ગટરલાઈનમાં કામ કરતા એક જ પરિવારના બે ભાઈઓનાં મોત થવાથી પરિવાર પર તૂટી પડ્યું આભ

રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલ બોપલમાં વિસ્તારની નિલકંઠ વિલા પાસે ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી કે, જેમાં ગટરમાં એકસાથે 3 કામદારો ફસાઈ જતા ગૂંગળામણને લીધે 2 કામદારનાં કરુણ મોત થયા છે જ્યારે બીજા એક કામદારની તપાસ ચાલી રહી છે. નવી ગટર લાઇનના ટેસ્ટિંગ વખતે 3 કામદાર અંદર ફસાયા હતા. જેમાં તેઓ એક જ પરિવારનાં ભાઇઓ હતા. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ તથા ફાયરનાં જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચીને એક મજૂરની તપાસ હાથ ધરી છે.

એક ભાઇને બચાવવા અન્ય બે ભાઇઓ પણ અંદર ઉતર્યા:
મળી રહેલ જાણકારી મુજબ, અમદાવાદમાં આવેલ બોપલ શીલજ કેનાલ નજીક ડ્રેનેજ લાઈનમાં કામ ચાલી રહ્યું હતુ. આ દરમિયાન એક મજૂર ગટરમાં ઉતર્યો હતો. ત્યારપછી તે અંદર જ બેભાન થઇ જતા અન્ય 2 ભાઇઓ પણ અંદર ઉતર્યા હતા. જ્યાં તેમને ગૂંગણામણ થઇ હતી.

જેને લીધે 2 મજૂર ભાઇઓનાં મોત થયા છે. જ્યારે એક વ્યક્તિની હાલમાં તપાસ ચાલી રહી છે. ડ્રેનેજ લાઈન એટલે કે ગટરની સફાઇ કરવા માટે આ શ્રમિકો ગટરમાં ઉતાર્યા હોવાથી અંદર ગૂંગણામળને લીધે કામદારોના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

યોગી કન્સ્ટ્રકશન નામની કંપની ગટર લાઈનનું કામ કરી રહી છે કે, જેનો માલિક સંકેત પટેલ છે. યોગી કન્સ્ટ્રકશને પણ એક પેટા કોન્ટ્રાક્ટરને આ કામ સોંપવામાં આવ્યું હતું પરંતુ એક મજૂર ગટરનું કામ કરતા અંદર બેભાન થઈ ગયો હતો કે, ત્યારપછી એકને બચાવવા જતા બીજા 2 મજૂર ઉતર્યા પણ કમનસીબે બન્નેનાં મોત થયા હતા.

‘હવે અમારું શું થશે?’
મજૂરનો પરિવાર પોતાની આપવીતિ જણાવતા કહે છે કે, આ ત્રણ ભાઇઓમાં એક ઘરવાળો છે તેમજ 2 દેવર છે. કુલ 3 ભાઇઓ છે. અમારી સાથે શેઠ નથી કોઇ નથી. અમને કાંઇ ખબર પડતી નથી. હવે અમારે શું કરવાનું. અમે એકલા બૈરા છીએ હવે અમારું શું થશે?

રેકસયુની કામગીરી  ચાલી રહી છે
આજુબાજુના લોકો દ્વારા પોલીસ તથા ફાયર ટીમને જાણ કરતાં ખુબ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારપછી આજુબાજુની જગ્યાને કોર્ડન કરી ગટરમાં સફાઇ કામ માટે કરવા ગયેલ શ્રમિકોને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *