લોહીલુહાણ થયો હાઈવે: આણંદ નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 3 યુવકોના કરુણ મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): આણંદ(Anand) નજીકથી પસાર થતા એક્સપ્રેસ વે પર સોમવારના રોજ સવારના પોરમાં પુરપાટ ઝડપે જઈ રહેલી કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગોઝારો…

ગુજરાત(Gujarat): આણંદ(Anand) નજીકથી પસાર થતા એક્સપ્રેસ વે પર સોમવારના રોજ સવારના પોરમાં પુરપાટ ઝડપે જઈ રહેલી કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત(Accident) થયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ યુવકના કરુણ મોત નિપજ્યાં હતાં. જે પૈકી એક યુવકનો આજે જન્મદિવસ હતો. જેને કારણે જન્મદિવસથી ઉજવણી કરીને આ યુવકો અમદાવાદથી વડોદરા(Ahmedabad to Vadodara) જઈ રહ્યા હતા. આ ઘટનાનાની જાણ થતા જ ખંભોળજ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, તે પહેલા અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. જે પોલીસ દ્વારા ક્લીયર કરાવવામાં આવ્યો હતો.

યુવકો પૂરપાટ ઝડપે ચલાવી રહ્યા હતા કાર:
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં રહેતા અમન પ્રતાપસિંહ નરવાણ (ઉ.વ.17), માર્ક ક્રિશ્ચિયન (ઉ.વ.19), ધ્રુમિલ સમીરભાઈ બારોટ (ઉ.વ.20), મંથન દવે, અભિષેક લક્ષ્મણ પવાર સહિતના મિત્રો કાર નંબર GJ 18 BF 8813 લઇને અમદાવાદથી વડોદરા તરફ જઇ રહ્યાં હતાં. તેઓની કાર એક્સપ્રેસ વે પર પુરપાટ ઝડપે પસાર થઇ રહી હતી, ત્યારે વ્હેરાખાડી પાસે આગળ જઈ રહેલી ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ હતી અને કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો આગળો ભાગ ટ્રકમાં ઘૂસી ગયો હતો અને ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં અમન પ્રતાપસિંહ નરવાણ, માર્ક મેકલીન ક્રિશ્ચિયનને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા ધ્રુમિલ બારોટનું સારવાર દરમિયાન વડોદરા હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જોકે, ગોઝારા અકસ્માતમાં મંથન દવે અને અભિષેક લક્ષ્મણરાવ પવારને ઇજા પહોંચતા સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જન્મ દિવસની ઉજવણી કરીને વડોદરા જવા માટે નિકળ્યાં હતા:
આ ગોઝારા અકસ્માતમાં કરૂણતાં તો એ કહી શકાય કે, અમન નરવાણનો આજે જન્મ દિવસ હોવાથી તે ઘરે જન્મ દિવસની ઉજવણી કરી કેક કાપીને નિકળ્યો હતો. પરંતુ તેનું અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે ત્રણેય યુવકના પરિવારજનો દોડી આવ્યાં હતાં અને ખુશી માતમમાં છવાઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *