ઉઘરાણી વાળાના ત્રાસથી કંટાળી વધુ એક યુવાનનો આપઘાત- સમાજમાં બદનામી ન થાય તે માટે…

દિવસેને દિવસે સાઈબર ક્રાઈમ (Cyber Crime)ના કિસ્સાઓ પણ વધતા જણાઈ રહ્યા છે. હાલમાં આનો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ બાબતથી કંટાળી એક વ્યક્તિએ…

દિવસેને દિવસે સાઈબર ક્રાઈમ (Cyber Crime)ના કિસ્સાઓ પણ વધતા જણાઈ રહ્યા છે. હાલમાં આનો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ બાબતથી કંટાળી એક વ્યક્તિએ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર, ઓનલાઈન લોન(Online loan) ન લીધી હોવા છતા મેઈલ(Mail) હેક(Heck) કરીને લોનની ઉઘરાણી માટે ધમકી ભર્યા મેસેજ આવતા હતા. તેમજ ફોટા પર રેપિસ્ટ લખી ધમકીઓ આપવામાં આવતી હતી. આથી બદનામીના ડરે DGVCLના કર્મચારીએ ઝેર(Poison) પી આપઘાત કર્યો હતો.

એક રીપોર્ટ અનુસાર, આપઘાત કરનાર 30 વર્ષીય વિવેક સુરેશ શર્મા સુરતના જલારામ નગર ખાતે રહેતા DGVCLમાં લાઈન આસિસ્ટન્ટ હતો. થોડા દિવસ પહેલાં જ તેમનું મેલ હેક થઈ ગયું હતું. તેમણે ઓનલાઈન લોન લીધી ન હોવા છતા લોન ભરવા માટે ધમકી ભર્યા મેસેજ આવવા માંડ્યા હતા. એટલું જ નહીં તેના પ્રોફાઈલ ફોટા પર રેપીસ્ટ લખી ધમકીઓ મળી હતી. સાઈબર હેકરોએ તેના કોન્ટેક્ટ્સ પણ હેક કરી સગા સંબંધીઓને પણ મેસેજ મોકલતા સંબંધીઓના ફોન આવવા માંડ્યા હતા.

તેથી આ યુવકે સમાજમાં બદનામી થશે એવું વિચારી પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. તેથી વિવેક શર્માએ 9મી એપ્રિલે મોડી રાત્રે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વિવેકને તાત્કાલિક સ્મીમેર લઇ જવાયો હતો. જ્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા બુધવારે રાત્રે સારવાર દરમિયાન તનું મૃત્યુ થયું હતું. અમરોલી પોલીસે આ ઘટના વિશે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ સાઈબર ક્રાઈમ પોલીસે પણ પરિવારની પુછપરછ હાથ ધરી છે.

પ્રોફાઇલ ફોટા પર રેપિસ્ટ લખી ધમકી અપાઇ:
સાઈબર હેકરોએ વિવેકનો પ્રોફાઈલ ફોટો પણ સેવ કરી લીધો હતો અને તેની ઉપર એડીટીંગ કરી રેપીસ્ટ લખીને તેમને મોકલ્યો હતો અને બદનામ કરવાની તેમજ બાળકીના રેપ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. તેથી સમાજમાં બદનામીના ડરને કારણે તેણે આ પગલું ભર્યું હતું. આવું વિવેક શર્માના ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *