ગુજરાતમાં લૂંટેરી દુલ્હનનો આતંક વધ્યો: લગ્ન કરી ઘરમાં રહેલા ઘરેણાં અને કિંમતી વસ્તુઓ લઈને થઇ રહી છે ફરાર

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ઘણાં લોકોને લગ્ન કરવાની ખુબ જ ઉતાવળ થતી હોય છે. ઘણાં લોકો લગ્નની લાલચમાં પણ આવીને છેતરપીંડી થતી હોય એવી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે.

લગ્ન વાંચ્છુક યુવકોની આંખ ઉઘાડતી ઘટના અમદાવાદમાંથી સામે આવી રહી છે. વેજલપુર વિસ્તારમાં રહેતાં યુવકને મહારાષ્ટ્રની યુવતીની સાથે લગ્ન કરવું ખુબ જ ભારે પડ્યું છે. લગ્નનાં બીજા દિવસે જ યુવતી ઘરેણાં તથા પૈસા લઈને ભાગી જતાં યુવકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી છે.

આ ઘટનાની મળતી જાણકારી અનુસાર, શહેરમાં આવેલ વેજલપુર વિસ્તારમાં રહેતાં તેમજ મિસ્ત્રીનું કામ કરતાં રાકેશ શર્માનાં લગ્નજીવનમાં મનમેળ ન આવતાં જ છૂટાછેડા લઈ લીધા હતાં. થોડાં સમય પહેલાં જ એક પરિચિતે યુવકનું ઘર વસે એની માટે લગન કરાવી આપવાનું જણાવીને ઔરંગાબાદમાં આવેલ ગંગાપુરમાં રહેતી પૂજા કોલસે તેમજ એના પિતા જયવંત કોલસેની સાથે સંપર્ક કરાવ્યો હતો તથા યુવકે લગ્ન કરવાનો પણ નિર્ણય કર્યો હતો.

કુલ 6 મહિના અગાઉ યુવકે મહારાષ્ટ્રમાં આવેલ શિરડીમાં યુવતીની સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન વખતે યુવતીનાં પરિવારજનોએ આર્થિક સ્થિતિ સારી ન હોવાનું જણાવીને લગ્નખર્ચને માટે કુલ 70,000 રૂપિયા પણ લીધા હતા. લગ્ન કરીને અમદાવાદ આવ્યા હતાં તથા બીજા દિવસે જ યુવકને કામ અર્થે બહાર ગયો હતો અને યુવતી ખરીદી કરવાનાં બહાને દાગીના લઈને ફરાર પણ થઈ ગઈ હતી.

યુવકને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની જાણ પડતાં જ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરાર થયેલ પત્ની તથા તેના પિતાની વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ફરિયાદને આધારે ફરાર થયેલ યુવતીને શોધવા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *