7 માસના બાળક પર JCB ફરી વળ્યું, માથાના બે ટુકડા થઈને નિપજ્યું કરુણ મોત- જાણો કયાંની છે આ ઘટના

ભરૂચમાં પાનોલીમાં આવેલ GIDCમાં એક ગમખ્વાર દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. આ બનાવમાં એક JCBની નીચે કચડાઈ જવાથી માત્ર 7 માસના બાળકનું કમકમાટીભર્યું મોત…

ભરૂચમાં પાનોલીમાં આવેલ GIDCમાં એક ગમખ્વાર દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. આ બનાવમાં એક JCBની નીચે કચડાઈ જવાથી માત્ર 7 માસના બાળકનું કમકમાટીભર્યું મોત થયું છે. પહેલી નજરે જોનારાઓનાં હ્રદય દ્રવી ઉઠ્યા હતા. ભરૂચમાં પાનોલીમાં આવેલ GIDCમાં ખાતર બનાવતી ‘મેસર્સ પુષ્પા જે. શાહ’ કંપનીમાં આ ઘટના બની હતી.

આ ઘટના બન્યા બાદ JCBનો ડ્રાઈવર પણ ભાગી ગયો હતો. આ ઘટનામાં જણાવવામાં આવી રહ્યું છે કે, કંપનીની બહાર ફક્ત 7 માસનાં બાળક ક્રિશને JCBએ અડફેટે લેતા જ તેનું મોત નિપજ્યું છે. આ અંગેની અંકલેશ્વર રૂરલ પોલીસ-મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભરૂચના પાનોલી GIDCમાં JCBની નીચે કચડાઈ જવાથી માત્ર 7 માસના બાળકનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં બીલવાડના રહેવાસી મુકેશભાઈ દીનાભાઈ મેસર્સ પુપ્ષા જે આ કંપનીમાં નોકરી કરી રહ્યાં છે. મુકેશભાઈને સંતાનમાં 1 દીકરી અને માત્ર 7 મહિનાનું બાળક છે. મુકેશભાઈની પત્ની પણ મેસર્સ કંપનીમાં મજૂરીનું કામ કરે છે. તેમનો પરિવાર કંપનીએ આપેલ એક ઓરડીમાં રહે છે. ત્યારે ગઈકાલે બપોરના સમયે તેનું બાળક મેદાનમાં રમતું હતું, ત્યારે જ કંપનીનું JCB મશીન માટેની માટી ભરવા માટે આવ્યું હતું.

ત્યારે JCBના ડ્રાઈવર ઈલેશ ડામોર પૂરઝડપે મશીન હંકાર્યું હતું. એવામાં તેઓએ પાછળ પોતાનો દીકરો રમતો હોવાંથી JCB ને ધીરેથી ચલાવવા માટે પણ ડ્રાઈવરને ટકોર કરી હતી. પણ ડ્રાઈવર ઈયરફોન નાંખીને JCB ચલાવતો હોવાથી તેણે સાંભળ્યું પણ ન હતું. ડ્રાઈવરે JCB ચલાવીને બાળકને અડફેટે લીધો હતો. જેનાંથી માસુમ બાળકના માથા પરથી JCB નું ટાયર ફરી વળ્યું હતું.

આ અકસ્માતમાં બાળકનું માથું પણ ફાટી ગયું હતું. ઘટનાસ્થળે જ માસુમ બાળકનું મોત થયું હતું. બાળકના માથાના 2 ટુકડા થઈ ગયા હતા. JCB મશીન ગફરત ભરીને અને બેફિકરાઈથી હંકાર્યા પછી ડ્રાઈવર ઈલેશ પણ ત્યાથી ભાગી છૂટ્યો હતો. આ બાબતે બાળકના પિતાએ અંકલેશ્વર રૂરલ પોલીસ-મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *