આવાં ઘોર કળિયુગનાં જમાનામાં સંબંધો પણ શરમને પાર કરી ચૂક્યા છે. અને એવામાં પણ કોરોના મહામારીને લીધે પણ સંબંધોમાં ઘણી તિરાડો પડવા લાગી છે. અમદાવાદમાં આવેલ પોશ વિસ્તારમાં આનંદનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતાં આરોપ લગાવતાં જણાવ્યું છે કે, પતિ અને તેના પરિવારે કોરોના વાયરસ હોવાની શંકાને લીધે તેને અને તેનાં કુલ 2 બાળકોને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યા છે.
અમદાવાદમાં આવેલ આનંદનગર વિસ્તારનાં એક ફ્લેટમાં એક 35 વર્ષની મહિલા પોતાના કુલ 2 બાળકોની સાથે રહે છે. 2010માં તેમના લગ્ન વડોદરામાં રિયલ્ટી ડેવલોપર યુવકની સાથે થયા હતા. ગઈ 3 મેના રોજ મહિલાની સાસુને હાર્ટઅટેક આવ્યું તે સાસુની સેવા કરવાં માટે વડોદરા ગઈ હતી. અને સાસુની બાયપાસ સર્જરી કરવા ત્યાં સુધી વહુએ તેમની સેવાચાકરી પણ કરી હતી.
પરંતુ હોસ્પિટલનાં ધક્કાઓ ખાવાને લીધે મહિલાને કોઈ ઈન્ફેક્શન લાગી ગયું અને તેને શરદી-ખાંસી થવાં લાગી હતી. જેથી મહિલાની સાસુ, પતિ, નણંદ અને નણદોઈ `સહિત આ મહિલાને કોરોના વાયરસનું ઇન્ફેક્શન થયું હોવાનું માનીને તેને કાઢી મુકી હતી. અને પતિએ અમદાવાદમાં સારવાર કરાવવા જા એમ કહીને તેને કાઢી મૂકી હતી. તેથી, મહિલા પોતાના કુલ 2 બાળકોની સાથે પતિનાં આનંદનગર ખાતેના ફ્લેટ પર આવી પહોચી હતી.
જો કે, ડોક્ટરની સારવાર પછી મહિલા એકદમ સ્વસ્થ થઈ ગઈ હતી. જે પછી 29 જૂને તેનો પતિ આનંદનગર ખાતેના ફ્લેટ પર આવ્યો હતો. અને ફ્લેટમાં રહેવા પર પણ તેણે પ્રશ્ન ઉઠાવ્યો હતો. અને છૂટાછેડા લેવા માટેની ધમકી પણ આપવામાં આવી હતી. આમ, મહિલાનો એકમાત્ર આધાર છીનવી લેવાં જતાં મહિલાએ આ મામલે પતિ અને સાસરીયાની વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news