ચાર દિવસથી ગુમ થયેલી સુરતની મહિલાનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળ્યો, જાણો વિગતવાર

સુરતના શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી એક પરિણીતા અચાનક ગુમ થઈ ગઇ હતી. જોકે, આ મહિલાના ગુમ થયાનાં ચાર દિવસ પછી તેના ઘર નજીક ઝાડીમાંથી અર્ધ…

સુરતના શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી એક પરિણીતા અચાનક ગુમ થઈ ગઇ હતી. જોકે, આ મહિલાના ગુમ થયાનાં ચાર દિવસ પછી તેના ઘર નજીક ઝાડીમાંથી અર્ધ નગ્ન હાલતમાં મળી આવી હતી. જોકે પોલીસે આ મહિલા સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા સાથે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહિલાના પરિવારે 48 કલાકમાં આરોપીને શોધવાની માંગ કરી છે.

સુરતમાં સતત હત્યાને દુષ્કર્મની ઘટના બની રહી છે, ત્યારે આવી ઘટનામાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ છાપરાભાઠા રોડ પર આવેલ મણી પુરષોતમ નગરમાં રહેતી અને શાકભાજી સાથે ટેલરીગને કપડાંનું કામ કરતી મહિલા સંતોષી અચાનક ચાર દિવસ પહેલાં ગુમ થઇ ગઈ હતી.

જોકે, મહિલા ગુમ થયા બાદ પરિવાર દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે આ દિવસો દરમિયાન આ મહિલાની કોઈ ખબર મળી ન હતી. ગતરોજ આ મહિલા જ્યાં રહેતી હતી તેના ઘરની પાછળ આવેલ પટેલ પાર્ક સોસાયટીના ખુલ્લા મેદાનમાંથી અર્ધનગ્ન હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

જોકે મહિલાની લાશ મળી આવતાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર પહોચી. જોકે મહિલાના શરીર પરથી ઇજાના નિશાન મળી આવ્યા હતા. જે રીતે મહિલાની લાશ મળી આવી છે, તેને લઈને તેની સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા થયાનું પ્રાથમિક તપાસમાં લગતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી મહિલાની લાશ  પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

જોકે, મહિલાની હત્યા મામલે મહિલાના પરિવાર દ્વારા આ મામલે આરોપીને પકડવાનું દબાણ શરૂ કરવામાં આવ્યુ છે. પરિવારને સોસાયટીના લોકો દ્વારા 48 કલાકનું અલ્ટીમેટ આપવામાં આવ્યુ છે અને જો પોલીસ આરોપીને નહિ પકડે તો આગામી 48 કલાક બાદ પોલીસ સ્ટેશનના ઘેરાવની ચીમકી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *