આવા યોગાસનો તમે ક્યારેય નહિ જોયા હોય, દોરડા અને લાકડાના સ્તંભ ઉપર કર્યા અદ્ભુત આસનો

લોકો મોટા ભાગે જમીન ઉપર યોગાસનો કરતા હોય છે. જમીન પર સમતળ જગ્યા પર બેસી ને યોગ આસન કરતા દ્રશ્યો તો તમે ઘણી બધી વખત…

લોકો મોટા ભાગે જમીન ઉપર યોગાસનો કરતા હોય છે. જમીન પર સમતળ જગ્યા પર બેસી ને યોગ આસન કરતા દ્રશ્યો તો તમે ઘણી બધી વખત જોયા હશે. જમીન પર યોગ કરવા ખુબ જ સહેલા છે જયારે દોરડાં પર લટકી ને કે પછી લાકડાના સ્તંભ પર સમતોલન ટકાવીને યોગ કરવું ખુબ જ અઘરા છે. આવા જ કંઈક યોગ કરતા દ્રશ્યો અમદાવાદ સાબરમતી ગુરુકુલમના વિદ્યાર્થીઓના સામેઆવ્યા છે.

અહીં દેખાય રહેલી તસવીરો અમદાવાદના સાબરમતીમાં હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠ શાળાની છે. જ્યાં અભ્યાસની સાથે-સાથે વિદ્યાર્થીઓને યોગના પાઠ પણ શીખવવામાં આવે છે. અહીં દોરડાં પર પદ્માસન, પર્વતાસન, પશ્ચિમોતાસન, સવાશન, નિંદ્રાસન, હનુમાનાસન જેવા ઘનન બધા યોગ વિદ્યાર્થીઓ કરે છે જ્યારે લાકડાના સ્તંભ પર ફ્લેગ, ચક્રાસન, ચકોરાશન જેવા યોગાસન વિદ્યાર્થીઓ સરળતાથી કરી લે છે.

આ અંગે યોગ ગુરુ જયેશભાઈ કાચા જણાવે છે કે, હાલમાં ગુજરાત, ભારત જ નહીં સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે.

સતત હાથ સેનિટાઈઝ કરવાથી એટલે કે, હાથ ને શુદ્ધ રાખવાથી કોરોનાના સંક્રમણ થી બચી શકાય છે. આ તો થઈ હાથના શુદ્ધિ કરણની વાત. પણ મન અને આત્માના શુદ્ધિ કરણનું શું?

તો તેના માટે છે યોગ. કેવી રીતે યોગ આત્મા અને મન ને સેનિટાઈઝ કરે છે તે પણ જાણવું એટલું જરૂરી છે. શરીરને સ્વસ્થ અને સુડોળ રાખવામાં જ નહીં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ યોગ અગત્યનો ભાગ ભજવે છે.

યોગ ઋષિમુનિ કાળ થી છે યોગ ભારતીય સંસ્કૃતિ ની આગવી ઓળખ છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ યોગ કરી લાબું આયુષ્ય પ્રાપ્ત કરતા હતા.

યોગ કરવાથી તન તંદુરસ્ત ને મન મજબૂત બને તે સૌ કોઈ જાણે છે પણ યોગ આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવે તેથી યોગ નું આધ્યાત્મિક મહત્વ પણ છે. યોગ : કર્મેશું કૌશલ્મ અર્થાત કોઈ પણ કલા માં નિપુણ તા મેળવવા યોગ સૌથી સરળ રસ્તો છે.

ટૂંકમાં યોગ કરવાથી શારીરિક, માનસિક આર્થિક ને આધ્યાત્મિક એમ બધી રીતે ફાયદો જ ફાયદો છે.

યોગમાં 600થી વધુ પ્રકારના આસન છે દરેક આસનનું અલગ જ મહત્વ અને ફાયદા છે.

મહત્વનું છે કે, કોરોના વાયરસના સંક્રમણ ને પગલે ઘરેથી યોગ કરવા અપીલ કરાઇ છે. અને સેલિબ્રિટીઓ પણ સોશિયલ મીડિયા મારફતે યોગ અને યોગના અલગ અલગ આસનો તેનાથી થતા ફાયદાઓ અંગે લોકોને માહિતગાર કરશે તેમ આ ગુરુકુલમના વિદ્યાર્થીઓ પણ યોગના વિવિધ આસનોની માહિતી લોકો સુધી પહોંચાડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *