IPL ફાઈનલની 1500ની ટિકિટ 5 હજારમાં વેચતા અમદાવાદના યુવકની ધરપકડ, જાણો વિગતે

IPL 2025 Final: આઈપીએલની છેલ્લી બે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. મેચ જોવા માટે ગુજરાત બહારથી પણ લોકો (IPL 2025 Final) આવી રહ્યા છે. જો કે આ મેચની ટિકિટ માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં, ટિકિટ ન મળતાં એક યુવક ટિકિટનું કાળાબજાર કરતો પકડાયો હતો. આ યુવાન 1500 રૂપિયાની ટિકિટ 5000 રૂપિયામાં વેચી રહ્યો હતો. ત્યારે આ અંગે પોલીસને જાણ થતા જ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને પાલડી પોલીસને સોંપી દીધો હતો.

ટિકિટની વહેંચણી કરે તે પહેલા પોલીસે દબોચ્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાલડી મહાલક્ષ્મી સ્ક્વેરમાંથી 25 વર્ષીય અમન ખુશીરામાણી નામના યુવકની ધરપકડ કરી છે. યુવકની તપાસ દરમિયાન તેની પાસેથી IPL ફાઇનલ મેચની ટિકિટ મળી આવી હતી. યુવક પાસેથી 1500રૂપિયાની છ ટિકિટ મળી આવી હતી.

યુવકની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે આ ટિકિટ 5 હજાર રૂપિયામાં વેચવાનો હતો. જોકે, ટિકિટ વહેંચે તે પહેલાં જ પોલીસે યુવકની ધરપકડ કરી લીધી. પાલડી પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને 6 ટિકિટ જપ્ત કરવામાં આવી છે.

આ સાથે જ પોલીસે લોકોને અપીલ કરી છે, કે કોઈએ પણ આવી રીતે બ્લેકમાં ટિકિટ ન ખરીદવી જોઈએ. સાથે જ ઓનલાઇન ટિકિટના ફ્રોડમાં પણ ન આવવું જોઈએ. કારણકે હાલના સમયમાં આ લોકો લોકોને કઈ રીતે ફસાવા તેવી જાળ પાથરીને બેઠા હોય છે.