અમદાવાદીઓ ૧૫૦૦ કરોડ ટેક્સ ચુકવે, ૯૨ કરોડની ગ્રાન્ટ છતાં જનતાને ભુવા અને તૂટેલા રોડ

જનતા સરકાર (government)ને કરોડોનો ટેક્સ(tax) ચુકવતી હોય છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદીઓ ટેક્સની ચૂકવણીમાં દેશભરમાં અમદાવાદ(Ahmedabad) છઠ્ઠા ક્રમે છે. જાણવા મળ્યું છે કે, અમદાવાદીઓ મ્યુનિસિપિલ કોર્પોરેશન (Municipal Corporation)ને વર્ષે અંદાજે 1565 કરોડનો ટેક્સ ચૂકવે છે. આ સિવાય અમદાવાદના બે સાંસદને વર્ષે 5-5 કરોડ, 16 ધારાસભ્યને પ્રત્યેકને 1.50 કરોડ લેખે 24 કરોડ જ્યારે 192 કોર્પોરેટરને પ્રત્યેકને 30 લાખ લેખે 57.60 કરોડ મળીને કુલ 91.6 કરોડની ગ્રાન્ટ મળે છે.

આટલો ટેક્સ તેમજ ગ્રાન્ટ મળવા છતાં પણ અમદાવાદીઓને સારા રસ્તાઓ મળતા નથી. ઠેર ઠેર ભૂવાઓ જોવા મળતા હોય છે. જનહિત અને લોકોની સુખાકારી માટે જ આ ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ મોટાભાગના કોર્પોરેટર બોર્ડ બનાવવા કે બાંકડા ગોઠવવા પાછળ કરે છે. શહેરની ડ્રેનેજ સિસ્ટમ વ્યવસ્થિત રહે તે માટે પણ બજેટમાં 370 કરોડની ફાળવણી કરવામાં આવે છે.

આમ છતાં પણ એક ઇંચ વરસાદ પડે ત્યાં તો શહેરના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને ગટરો બેક મારે છે. જેને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. સાંસદો-ધારાસભ્યો અને કોર્પોરેટરોના બજેટમાંથી ડ્રેનેજ બનાવવા જેવા કામ માટે જેટલો ખર્ચ થવો જોઈએ તેટલો થતો નથી. ગટરના પાણી શુદ્ધ કરવા માટે જર્જરિત થઈ ગયેલા એસટીપી પ્લાન્ટ માટે આજે પણ વર્લ્ડ બેંકની ગ્રાન્ટની રાહ જોવી પડે છે.

આ વર્ષે માંડ બે વખત ભારે વરસાદ થયો છતાં શહેરમાં 8670 ખાડા અને 48 ભૂવા પડ્યા:
મળતી માહિતી મુજબ, શહેરમાં આ ચોમાસામાં માંડ બે વખત ધોધમાર વરસાદ વરસ્યો છે. તેમાં તો શહેરનો એકપણ ઝોન એવો નથી રહ્યો કે, જ્યાં ખાડા અને ભૂવા ન પડ્યા હોય. મ્યુનિ.નું 8 હજાર કરોડથી વધુનું બજેટ છે અને ડ્રેનેજ લાઇન માટે અંદાજે 370 કરોડનું બજેટ હોવા છતાં માંડ એકાદ-બે ઇંચ વરસાદમાં પણ ગટરો બેક મારે છે. જેને લઈને અનેક સવાલો જનતાના મનમાં ઉઠી રહ્યા છે.

​​​નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *