અમદાવાદના ચંડોળા તળાવમાં વહેલી સવારથી બુલડોઝર એક્શન શરૂ, પોલીસ વડા પણ ઘટનાસ્થળે

Ahmedabad Chandola Lake: ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાંથી કુલ 800થી વધુ લોકોની અટકાયત (Ahmedabad Chandola Lake) કરવામાં આવી હતી. ફરી એકવાર પોલીસ દ્વારા કાર્યવાહી વધુ ઝડપી કરતાં ચંડોળા તળાવ આસપાસના વીજ કનેક્શન કાપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરે છે. પહેલગામ આતંકી હુમલાને લઈ હાલમાં ગુજરાત પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવાની કામગીરીમાં લાગેલી છે.

અમદાવાદ પોલીસ પણ બે દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી છે. આ બે દિવસમાં અંદાજે 800 થી વધુ શંકાસ્પદ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે, જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી.

લલ્લા બિહારીનું ફાર્મહાઉસ તોડી પડાયું
લલ્લા બિહારીના ફાર્મ હાઉસનો દરવાજો હોવાથી પોલીસ દરવાજો તોડીને ફાર્મ હાઉસમાં ઘૂસી હતી. ફાર્મ હાઉસમાં તપાસ કરવામાં આવી હતી. બાદમાં AMCની ટીમ દ્વારા હથોડાથી ફાર્મ હાઉસ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી.

જેસીબી અને ડમ્પર તૈનાત
40 JCB અને AMC ના 30 ડમ્પર તૈનાત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ 1000થી વધુ પોલીસકર્મીઓની હાજરીમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ મેગા ડિમોલીશન પર 10થી વધુ ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે.