અમદાવાદમાં હાથીજણ ખાતે આવેલી ડીપીએસ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. ડીપીએસ વિરુદ્ધ ખોટા દસ્તાવેજો અને ખોટી એનઓસી રજૂ કરીને મંજૂરી મેળવી હોવા મામલે CBSC બોર્ડે કાર્યવાહી કરી સ્કૂલની માન્યતા રદ કરવાનો નિર્યણ લીધો છે. ત્યારે હવે મોંઘીદાટ ફી વસૂલતી હાઈપ્રોફાઈલ મંજૂલા શ્રોફની DPS સ્કૂલને તાળા લાગશે.
જોકે વિદ્યાર્થીઓને નવા સત્રથી બીજી શાળાઓમાં ખસેડાશે.ત્યારે નવું સત્ર શરૂ થતાં પહેલા એપ્રિલ 2020માં સ્કૂલની માન્યતા રદ થશે.હાઈપ્રોફાઈલ મંજૂલા શ્રોફની સંસ્થા પર પહેલી વખત આટલી મોટી કાર્યવાહી થઈ છે. મહત્વનું છે કે સ્વામી નિત્યાનંદ આશ્રમમાં બે યુવતીઓ ગુમ થયા બાદ DPS સ્કૂલ ચર્ચામાં આવી હતી. DPS સ્કૂલે નિત્યાનંદ આશ્રમને લીઝ પર જમીન આપી હતી. અને સમગ્ર તપાસમાં સામે આવ્યુ હતુ કે, ડીપીએસ સ્કૂલે CBSC માં ખોટી NOC રજૂ કરી હતી.
રાજ્ય સરકારની નકલી NOC રજૂ કરીને CBSC ની મંજૂરી મેળવી હતી. ત્યારે આવી ગેરરીતિ મામલે ડીપીએસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. શિક્ષણ વિભાગે DPS સામેની તપાસ બાદ તૈયાર કરેલા રિપોર્ટમાં શાળાની માન્યતા રદ્દ કરવાની પણ સ્પષ્ટ ભલામણ કરી હતી.
ફરિયાદીએ મંજૂલા શ્રોફ, ડીપીએસના આચાર્ય હિતેન પુરી અને પૂર્વ આચાર્ય અનિતા દુઆ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. રેવન્યુ વિભાગ અને શિક્ષણ વિભાગને સાથે રાખીને સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. ત્યારે હવે મંજૂલા શ્રોફની મુશ્કેલી વધી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.