આધેડની આંખમાંથી 7 સેમીનું જીવતું અળસીયું નીકળ્યું

In Vadodara, a live larva of 7 cm emerged from the eyes of the middleman

Sponsors Ads

ભરૂચમાં ૧૦ લાખ વ્યક્તિએ બનતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશ્યલ મિડીયા પર વિદેશોમાં લોકોની આંખમાંથી જીવંત ક્રુમી, ઈયળ કે અળસીયુ નીકળવાના કિસ્સા અત્યાર સુધી જોવા મળ્યા હતા. પરંતુ હવે તો ગુજરાતના વડોદરા જિલ્લામાં પણ આવું જ એક જીવંત ઉદાહરણ પ્રથમ વખત બહાર આવ્યું છે.

Sponsors Ads

જો કે, આવુ જીવંત ઉદાહરણ ભરૂચમાં પ્રથમવાર બહાર આવ્યુ છે. દરમિયાન ગત ૧૧ નવેમ્બરે જમણી આંખમાં અસહ્ય પીડા સાથે નીદાન કરાવવા તેઓ ભરૂચની નારાયણ હોસ્પિટલ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટમાં ગયા હતા. જયાં તેઓની આંખ તપાસના સફેદ પડની નીચે ક્રુમી હોવાનું નિદાન થતા આઈ સર્જન ડો.માનસી પરીખ અને મિલન પંચાલ દ્વારા ૨૫ મિનિટની નિઃશુલ્ક સફળ શસ્ત્રક્રિયા હાથ ધરી તેમની આંખમાંથી ૭ સેન્ટીમીટર લાંબુ સફેદ રંગનુ અળસીયા જેવુ જીવંત ક્રુમી બહાર કાઢવામાં આવ્યુ હતુ. દર ૧૦ લાખે એક વ્યકિતમાં આ કિસ્સો જોવા મળે છે. આંખમાંથી ક્રુમીને બહાર કઢાતા આધેડને અસહ્ય પીડા તેમજ લાલઆંખમાંથી મુકિત મળી છે.


Loading...

સોશ્યલ મિડીયાના યુગમાં તાજેતરમાં જ વધુ પ્રમાણમાં કોબીઝ ખાવાથી આંખમાં સફેદ રંગનું અળસીયા ટાઈપનું ક્રુમી ઘર કરી જતુ હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જો કે આંખમાં અળસીયા ટાઈપના લાંબા ક્રુમીકે બેકટેરીયાની જીવંત હાજરીનો કિસ્સો ભરૂચમાં નોંધાયો છે. ભરૂચ તાલુકાના સુડીસમની ગામે રહેતા આશરે ૬૦ વર્ષિય ઉંમરના જશુભાઈ એકલવાયુ જીવન ગુજારે છે. તેઓ આશ્રામમાં પોતાની સેવા આપે છે….

Sponsors Ads

તસ્વીર સાંકેતિક છે.

દર્દીની આંખમાંથી ૭ સેન્ટીમીટર લાંબુ અળસીયા ટાઈપનું ક્રુમી નીકળવાનો સંભવત પ્રથમ કિસ્સો છે. આ ક્રુમીને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી અપાયુ છે. રીપોર્ટ બાદ તેનુ સચોટ મુલ્યાંકન થઈ શકશે. અળસીયા જેવા ક્રુમીની હાલ તો ઓળખ ઓકયુલર લાળવા તરીકે કરાઈ છે. આ સમસ્યા નદી કિનારે રહેતા અને પશુપાલન કરતા લોકોમાં વધારે જોવા મળે છે.

ભારત બહાર આંખમાંથી ઈયળ નિકળવાના કિસ્સા અમેરિકા, સાઉથઈસ્ટ એશિયા, આફ્રીકા, વેસ્ટન્ડીઝમાં નોંધાયા છે. આંખમાં આ ઈયળ લગભગ ૧૭ વર્ષ સુધી જીવી શકે છે. ઓપરેશન દરમ્યાન ઈયળ મરી જાય તો દર્દીની આંખમા ઝેર ફેલાઈ શકે છે. પશુપાલન, દરિયા કિનારે તેમજ શાકભાજી સાથે સંકળાયેલા લોકોમાં આંખમાં આવા ક્રુમી થવાની સંભાવના વિશેષ રહેલી છે. માનવ શરીરમાં પ્રવેશતા આ પરોપજીવી ક્રુમીઓ પોષણ મેળવી તેમના ઈંડા પણ મુકતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...