મુકેશ અંબાણીનું Jio Brain: AI ક્લાઉડ વેલકમ ઓફરમાં જિયો યુઝર્સને મળશે 100GB સ્ટોરેજ, જાણો વધુ…

Jio Brain AI Services: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા આજે બપોરે 2 વાગ્યે શરૂ થઈ હતી. રિલાયન્સ એજીએમને લઈને લોકો અને રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 47મી એજીએમ (વાર્ષિક સામાન્ય સભા)માં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ(Jio Brain AI Services) 35 લાખ શેરધારકોને સંબોધિત કર્યા હતા. તેણે કંપનીને લગતી ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી. આ દરમિયાન, Jio Brain રજૂ કરવામાં આવ્યું હતું, જે રિલાયન્સનું AI બ્રેઈનચાઈલ્ડ છે. અંબાણીએ Jio વપરાશકર્તાઓ માટે 100 GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજની દિવાળી ગિફ્ટની પણ જાહેરાત કરી હતી.

આ સભામાં મુકેશ અંબાણીએ કહ્યું કે, તેમના પિતા ધીરુભાઈ અંબાણીના પગલે ચાલીને, હું હંમેશા માનતો રહ્યો છું કે રિલાયન્સની નજરમાં, ભારત માટે સંપત્તિનું સર્જન અને તેના શેરધારકો માટે મૂલ્ય બનાવવું એ એક જ સિક્કાની બે બાજુ છે. જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ઝડપી અને મજબૂત વૃદ્ધિ દર્શાવે છે, ત્યારે તે રિલાયન્સ માટે તેના વ્યવસાયમાં વૃદ્ધિ અને મૂલ્ય ઊભું કરવાની વધુ તકો લાવશે.

એજીએમમાં ​​તેમના સંબોધન દરમિયાન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ગુજરાતનું જામનગર વિશ્વની ઊર્જા રાજધાની છે. વર્ષ 2025 સુધીમાં જામનગર નવી ઊર્જામાં પણ વૈશ્વિક અગ્રેસર બનશે.

Jio Phonecall AIની મદદથી દરેક કોલમાં AIનો ઉપયોગ કરવામાં આવશે
આકાશ અંબાણીએ કહ્યું કે Jio PhoneCall AI સાથે, વપરાશકર્તાઓ દરેક ફોન કૉલમાં AIની મદદ લઈ શકશે. AI તમામ કોલ્સ ઓટોમેટીક રેકોર્ડ કરશે અને તેને ક્લાઉડ પર સેવ કરશે. તેની સાથે, તે સમગ્ર વાર્તાલાપને ટ્રાંસ્ક્રાઇબ કરશે અને તેને ટેક્સ્ટ ફોર્મેટમાં રૂપાંતરિત કરશે.

આકાશ અંબાણીએ Jio TV Plus રજૂ કર્યું
Jio TV Plus સાથે, લોકોની મનોરંજનની તમામ જરૂરિયાતો – લાઈવ ટીવી, માંગ પરના શો, એપ્સ – એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. આ સાથે ગ્રાહકોને એક જ જગ્યાએ 860 થી વધુ લાઈવ ટીવી ચેનલો મળશે. તેઓને એમેઝોન પ્રાઇમ વિડિયો, ડિઝની પ્લસ, હોટસ્ટાર જેવી એપ્સનો લાભ એક જ જગ્યાએ મળશેઃ આકાશ અંબાણી.

મુકેશ અંબાણીએ જિયો બ્રેઈનની રજૂઆત કરી હતી
મુકેશ અંબાણીએ એજીએમમાં ​​એઆઈ બ્રેઈનચીલ્ડ જિયો બ્રેઈનની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે Jio ઘણા ટૂલ્સ અને પ્લેટફોર્મ વિકસાવી રહ્યું છે, જે સમગ્ર AI જીવનચક્ર સાથે સંબંધિત છે. રિલાયન્સ ગુજરાતના જામનગરમાં ગીગાવોટ લેવલનું AI-રેડી ડેટા સેન્ટર બનાવવા જઈ રહી છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGMમાં Jio યુઝર્સને એક શાનદાર ભેટ આપી. તેમણે કહ્યું કે Jioના તમામ યુઝર્સને 100 GB ક્લાઉડ સ્ટોરેજ ફ્રીમાં મળશે. તેને Jio AI-Cloud વેલકમ ઑફર નામ આપવામાં આવ્યું છે