દિલ્હીથી નીકળેલા એર ઇન્ડિયાના પ્લેનમાં એવું તો શું થયું કે, ચારેબાજુ ભાગદોડ મચી ગઈ અને પ્લેન પાછું દિલ્હી ઉતારવું પડ્યું?

એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-૧૦૫ શુક્રવારે પરોઢિયે દિલ્હીથી નેવાર્ક જતી હતી ત્યારે ટેક ઓફ કર્યાના ૩૦ મિનિટ બાદ બિઝનેસ ક્લાસમાં ચામાચીડિયું ઊડાઊડ કરવા લાગ્યું હતું. તેના કારણે ફ્લાઈટમાં લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. ફ્લાઈટને પાછી વાળીને દિલ્હીમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડયું હતું. ફ્લાઈટ જ્યારે દિલ્હી પહોંચી અને વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ દ્વારા ચામાચીડિયું શોધવામાં આવ્યું ત્યારે તે મૃત્યુ પામ્યું હતું.

એર ઈન્ડિયાના બોઈંગ 777-ER પ્લેન દિલ્હીથી નવાર્ક વચ્ચે ફ્લાઈટ સર્વિસ માટે ઉપયોગ કરવામાં આવે છે. એર ઈન્ડિયાના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ‘DEL-EWR AI-105 ફ્લાઈટ માટે દિલ્હી એરપોર્ટ પર લોકલ સ્ટેન્ડબાય ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાન ઉતર્યા બાદ ક્રૂએ કેબિનમાં ચામાચીડિયું હોવાની જાણકારી આપી હતી.’

દિલ્હીથી ન્યૂજર્સી જઈ રહેલા એર ઈન્ડિયાના પ્લેનમાં સવાર કેટલાંક યાત્રિકોની સંખ્યાની જાણકારી તો નથી આપી, પરંતુ જે B-777 ER પ્લેનને સર્વિસ માટે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 344 યાત્રી મુસાફરી કરી શકે છે. એવામાં ઉડતા પ્લેનમાં ચામાચીડિયાની હાજરીથી યાત્રિકો સહિત ક્રુના જીવ ખતરામાં પડી શક્યા હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *