RBI નો મોટો નિર્ણય, હવે 100 રૂપિયાની નોટ બદલાશે- નવી નોટમાં હશે આ ખાસ ફેરફાર, જૂની નોટનું શું કરાશે?

ઝી બીઝનેસના અહેવાલ અનુસાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ થોડા જ સમયમાં 100 રૂપિયાની નવી નોટો બહાર પાડવાનું નક્કી કર્યું છે. 100 રૂપિયાની નવી નોટ પર વાર્નિશનું કોટિંગ કરેલું જોવા મળશે. હાલ પુરતી તે નોટને ટ્રાયલ બેઝના ચલણ તરીકે મુકવામાં આવશે. ત્યાર બાદ મોટા પ્રમાણમાં માર્કેટમાં ઉતારવાની બેન્કે તૈયારી દર્શાવી છે. નોટની ફરતે વાર્નિશ કોટિંગ કરવાનું મુખ્ય કારણ નોટોને વધુ સુરક્ષિત અને મજબુત બનાવવાનું છે.

હાલમાં રહેલી 100 રૂપિયાની નોટ જલ્દી જ ખરાબ થઇ જાય છે અને જલ્દી ફાટી પણ જાય છે. જેને લીધે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને દર વર્ષે લાખો કરોડો રૂપિયાની નોટો બદલવી પડતી હોય છે. જોવા જઈએ તો સામાન્ય રીતે દર પાંચ નોટમાંથી એક નોટને બદલવી પડે છે જેને લીધે તેમની પાછળ મોટી રકમ ખર્ચવી પડે છે.

આ પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દુનિયામાં ઘણા દેશો એવા છે જે પ્લાસ્ટીકની નોટોનો ઉપયોગ કરે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે વાર્નિશ કોટિંગવાળી નોટોની ટ્રાયલ જો સફળ રહેશે તો તબક્કાવાર હાલમાં રહેલી નોટોને બદલીને તેમના સ્થાને આ નવી નોટો ચલણ રૂપે મુકવામાં આવશે. જેને લીધે નવી નોટોને પેલા જેટલી સાચવવાની જરૂર નહિ પડે. નવી નોટ જલ્દી ફાટશે પણ નહિ અને પાણીમાં પલળવાને લીધે વધુ પ્રમાણમાં નુકશાન પણ થશે નહી.

જોવા જઈએ તો સામાન્ય રીતે વાર્નિશનો ઉપયોગ લાકડા અને લોખંડની વસ્તુઓ પર કલર કરતી વખતે થતો હોય છે. જયારે દુનિયાના અન્ય દેશો પોતાની ચલણી નોટોમાં તેમનો વપરાશ કરી રહ્યા છે. જયારે હવે ભારતમાં પણ તેમનો વપરાશ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. બેંક આ નવી નોટને એવી રીતે ડીઝાઈન કરવા માંગે છે કે આંધળા લોકો પણ આ નોટને હાથમાં લઈને ઓળખી શકે. નવી ડીઝાઇનને કારણે નોટો પર ટેક્સટાઈલ માર્ક કરવામાં આવશે  અને નોટોની જુદી જુદી સાઈઝ જેવા ઉપાયોનો સમાવેશ થાય છે.

નોટોની ગુણવતા સારી બનાવવા માટે બેન્ક દ્વારા ક્વોલિટી એસ્યોરન્સ લેબોરેટરી પણ શરુ કરવામાં આવી છે. આ નોટોની ગુણવતા સારી રહે તે માટે  લેબોરેટરી કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *