અહિયાં ઘર-ઘરના પાર્કિંગમાં ગાડીઓ નહિ પરંતુ પ્લેન દેખાય છે, જાણી ચોંકી ઉઠશો

સામાન્ય રીતે જ્યારે કોઈપણ તમે કોઈ વસાહતમાં પ્રવેશ કરો ત્યારે તમે ઘરની બહાર સ્કૂટર, બાઇક તથા કાર પાર્ક કરે છે પણ આજે અમે તમને એક એવા ગામ અંગે જણાવવા માટે જઈ રહ્યા છીએ કે, જ્યાં તમને સ્કૂટર અથવા તો કાર નહીં પણ તમામ ઘરની બહાર વિમાન દેખાશે. આ અનોખું ગામ અમેરિકામાં આવેલ છે.

હકીકતમાં, સમગ્ર વિશ્વમાં કુલ 630 એરપાર્ક્સ છે કે, જેમાંથી 610 માત્ર USમાં છે. વિશ્વની સૌપ્રથમ એરપાર્ક કેલિફોર્નિયામાં આવેલ ફ્રેસ્નોમાં બનાવવામાં આવ્યું હતું. તેનું નામ સીએરા સ્કાય પાર્ક હતું. જે વર્ષ 1946 માં બનાવવામાં આવ્યું હતું.

હાલમાં એક એરપાર્ક કોલોની સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. ટિકટોક યુઝર દ્વારા આ વસાહતનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, ત્યાં એક વસાહત છે કે, જેમાં તમામ ઘરની બહાર તમારી નજીક સ્કૂટર અથવા તો કારને બદલે વિમાન હોય છે.

આવા કેટલાંક એરપાર્ક્સ US માં જોવા મળશે. તેમને બનાવવા પાછળ એક વિશેષ કારણ છે. જે બન્યું તે હતું કે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકામાં પાઇલટ્સની સંખ્યા 4 લાખથી ઉપર પહોંચી ગઈ હતી. આવી પરિસ્થિતિમાં, જ્યારે આ યુદ્ધ પૂરું થયું ત્યારે કેટલાંક વિમાનો નકામા થઈ ગયા હતાં.

જેથી, અમેરિકામાં આવેલ સિવિલ એરોનોટિક્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા રહેણાંક કોલોની સ્થાયી થઈ તેમજ એરપાર્ક બનાવ્યો હતો. ત્યારપછી, ખાલી કરવામાં આવેલ એરસ્ટ્રિપ્સમાં નિવૃત્ત લશ્કરી પાઇલટ્સ સ્થાયી થઈ ગયા હતા. આ એરપાર્ક્ડ વસાહતો ફ્લાય-ઇન સમુદાયો તરીકે પણ ખુબ પ્રખ્યાત છે.

અહીં તમને તમામ ઘરની બહાર એક વિમાન ઉભેલુ જોવા મળશે. આ વસાહતો વિમાન પ્રમાણે બનાવવામાં આવી છે. આ કોલોનીની લંબાઈ તથા પહોળાઈ રાખવામાં આવી છે કે, જેથી વિમાન એકબીજા સાથે ટકરા્યા વગર ઉડી શકે. આ અનોખી વસાહત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે કે, જેણે પણ આ દ્રશ્ય જોયું તે સ્તબ્ધ થઈ ગયું.

આ દૃશ્યને જોઈ લોકોએ અનેકવિધ રીતે ટિપ્પણી કરવાની પણ શરૂઆત કરી હતી. એક વપરાશકર્તાએ લખ્યું હતું કે ‘હું ઇચ્છું છું કે વિમાન મારા ઘરની બહાર પણ ઉભું રહે’. તે જ સમયે અન્ય એક વપરાશકર્તા જણાવે છે કે, ‘આ બધા મોટા લકી લોકો છે. મારા ઘરની બહાર વિમાન છોડો, એક કાર પણ ઉભી નથી. એ જ રીતે ઘણી વધુ રસપ્રદ ટિપ્પણીઓ આવવા લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *