દરિયાકિનારે સ્વાને એવી હરકત કરી કે, સોસીયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ ગયો વિડીયો- તમે જોયો કે નહિ…

કૂતરાઓને શેનો ડર લાગતો હોય તે કહેવું થોડું મુશ્કેલ છે. જ્યારે કેટલાક કૂતરા પાણીમાં રમવાની મજા લેતા હોય છે, તો કેટલાક કૂતરાઓ પાણીથી ડરતા હોય…

કૂતરાઓને શેનો ડર લાગતો હોય તે કહેવું થોડું મુશ્કેલ છે. જ્યારે કેટલાક કૂતરા પાણીમાં રમવાની મજા લેતા હોય છે, તો કેટલાક કૂતરાઓ પાણીથી ડરતા હોય છે. જો કે, કૂતરાઓની દરેક હરકતો હૃદયને સ્પર્શે છે. કૂતરાની આવી જ એક અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Shadow (@ulysses.shadow.grant)

વિડિઓમાં તમે જોઈ શકો છો કે કૂતરોનો માલિક કૂતરાને બીચ પર લઈ જાય છે. પહેલા કૂતરો બીચ પર ખુશીથી ચાલે છે, પરંતુ અચાનક પાણીની જોરદાર તરંગો કૂતરા તરફ આવવા લાગે છે. તેની તરફ પાણી ઝડપથી આવતા કૂતરો ખૂબ ડરી જાય છે અને પાછળની તરફ દોડવા લાગે છે. ગભરાટમાં કૂતરો એટલો ઝડપથી દોડે છે કે તે જમીન પર પણ પડે છે. પરંતુ તે ઉભા થયા પછી દોડવાનું શરૂ કરે છે અને આમાં પાણીની તરંગો આવે છે,પસાર થાય છે અને કૂતરો ઉભો રહીને પાણી તરફ જોવે છે. પરંતુ ખાસ વાત એ છે કે, કૂતરો આખરે તેના ભય પર કાબુ મેળવે છે.

આ વિડિઓને ઇન્સ્ટાગ્રામ પર ulysses.shadow.grant નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 2 લાખ 28 હજારથી વધુ લોકો પસંદ કરી ચૂક્યા છે. લોકો વીડિયો જોઇને ખૂબ આનંદ ઉઠાવી રહ્યાં છે અને કૂતરા પ્રત્યેની ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *