રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 ની પરિસ્થિતિ રિપોર્ટ મોકલી છે. સ્થિતિનું અવલોકન કરવા માટે કેન્દ્ર સરકારે અજીત ડોભાલ ને મોકલ્યા છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ગૃહ મંત્રાલયને એક રિપોર્ટ મોકલ્યો છે. ડોભાલે કહ્યું કે ધારા 370 હટાવ્યા બાદ સ્થાનિક લોકોએ આ નિર્ણયનું જોરદાર સ્વાગત કર્યું છે.
આગળ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ છે અને કોઈ પણ દુર્ઘટના બની નથી. કોઈ આંદોલન થયા નથી. લોકોના કામકાજો શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યા છે. આખું જમ્મુ-કાશ્મીર અત્યારે હાઇ એલર્ટ પર છે. આગળ આદેશ મળે ત્યાં સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં 144 કલમ લાગેલી રહેશે.
કાશ્મીર સંપૂર્ણ રીતે બંધ છે. જમ્મુ અને કાશ્મીરમાં ધારા 370 ખતમ કરવાથી પહેલા બધા જિલ્લાઓને કિલ્લામાં ફેરવી દેવાયા હતા.જાહેરાત બાદ 46,000 વધારે સૈનિકોને જમ્મુ-કાશ્મીરમાં મોકલવામાં આવ્યા છે જેથી તેની પરિસ્થિતિ સામે મુકાબલો કરી શકાય.