NCP MLA ના ટ્વિટથી ફરી એકવાર ગરમાયું મહારાષ્ટ્રનું રાજકારણ- કહ્યું: ‘મે અજિત પવાર, હું CM તરીકે શપથ…’

Maharashtra Political Crisis News: ધારાસભ્ય અમોલ મિટકરીએ અજિત પવાર વિશે એક મોટો દાવો કર્યો છે. મિટકરીએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, ડેપ્યુટી CM અજિત…

Maharashtra Political Crisis News: ધારાસભ્ય અમોલ મિટકરીએ અજિત પવાર વિશે એક મોટો દાવો કર્યો છે. મિટકરીએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, ડેપ્યુટી CM અજિત પવાર ટૂંક સમયમાં CM તરીકે શપથ લેવાના છે. પોતાના ટ્વીટમાં મિટકરીએ શપથ દરમિયાન જે રીતે નેતા બોલે છે તે જ લાઇન લખી રાખી(Maharashtra Political Crisis News) છે. મિટકરીએ લખ્યું, “હું અજિત અનંતરાવ પવાર છું… મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈ રહ્યો છું કે…! બહુ જલ્દી”

CM શિંદે દિલ્હીમાં કોને મળવા આવ્યા?
અહીં અમોલ મિટકરીનું આ ટ્વિટ આવ્યું અને બીજી બાજુ એવા સમાચાર આવ્યા કે, મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે આજે દિલ્હી પહોંચી ચુક્યા છે. શિંદેની દિલ્હી મુલાકાતની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે દિલ્હી આવ્યા છે. પરંતુ સુત્રો કહે છે કે, તેઓ દિલ્હીમાં BJPના મોટા નેતાને મળી શકે તેવું લાગી રહ્યું છે.

અજીતના આગમનથી શિંદે જૂથ નાખુશ ?
મળતી માહિતી અનુસાર,આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટા નાટકીય વિકાસમાં અજિત પવાર સહિત NCPના નવ નેતાઓ એકનાથ શિંદેના નેતૃત્વવાળી રાજ્ય સરકારમાં જોડાઈ ગયા હતા. આ પછી અજિતને નાયબ મુખ્યમંત્રી તરીકે પણ શપથ લીધા. આ પછી એવા અહેવાલો આવ્યા હતા કે, મુખ્યપ્રધાન એકનાથ શિંદેના જૂથના કેટલાક સભ્યો કેબિનેટમાં NCPના ધારાસભ્યોના સમાવેશને ખુબ નારાજ થઈ રહ્યા છે.

શિંદે સરકારમાં જોડાયા પછી અજિત પવારને નાણા મંત્રાલય આપવામાં આવ્યું હતું અને તેમના સાથી ધારાસભ્યોને પણ શિંદે કેબિનેટમાં મહત્વપૂર્ણ પોર્ટફોલિયો સોપવામાં આવ્યું હતું. સૂત્રોએ એવા દાવો કર્યો છે કે, કેબિનેટમાં અજિતના સાથીદારોને મહત્વપૂર્ણ પોર્ટફોલિયો આપ્યા બાદ શિંદેની છાવણીમાં અસંતોષ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *