Flight from Delhi to Mumbai: ફ્લાઈટમાં બોમ્બ મળવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે હવે ફરી એકવાર ફ્લાઈટમાં બોમ્બ મળવાના કારણે ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે. વાસ્તવમાં બોમ્બ(Flight from Delhi to Mumbai) હોવાની ચેતવણી મળતા દિલ્હીથી મુંબઈ આવતી ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે.
જ્યારે અમદાવાદમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી બહારકાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફ્લાઇટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ અકાસા એરલાઈન્સની છે, જ્યાંથી બોમ્બ હોવાની માહિતી મળી છે. ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. હાલ તપાસ ચાલી રહી છે.
ફ્લાઈટમાં 186 મુસાફરો સવાર હતા
ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી સામે આવ્યા બાદ હવે આકાસા એરલાઈન્સ દ્વારા પણ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. અકાસા એરલાઈન્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આકાસા એરના પ્રવક્તાને જવાબદાર ગણવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 3 જૂન, 2024ના રોજ દિલ્હીથી મુંબઈ જઈ રહેલી Akasa એરની ફ્લાઈટ QP 1719ને સુરક્ષા ચેતવણી મળી હતી. આ ફ્લાઈટમાં 186 મુસાફરો સવાર હતા, જેમાં 1 બાળક અને 6 ક્રૂ મેમ્બર હતા.
મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા
સુરક્ષા ચેતવણી મળ્યા બાદ, નિર્ધારિત સલામતી અને સુરક્ષા પ્રક્રિયાઓ અનુસાર વિમાનને અમદાવાદ તરફ વાળવામાં આવ્યું હતું. ફ્લાઇટના કેપ્ટને તમામ જરૂરી કટોકટીની પ્રક્રિયાઓનું પાલન કર્યું. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટ સવારે 10:13 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી.
અહીં ઉતર્યા બાદ તમામ મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. વિમાનમાંથી મુસાફરોને ઉતાર્યા બાદ ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે. Akasa Air જમીન પરના તમામ સલામતીનાં પગલાં અને સુરક્ષા પ્રોટોકોલને અનુસરી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App