મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં છાકટા બનેલા અધિકારી અક્ષય દેસાઈને કોણ કાબુમાં લેશે? જાણો શું કર્યું

વલસાડ ખાતે યોજાયેલ 77 માં સ્વતંત્ર પર્વ ની ઉજવણી માં વલસાડ (Valsad) માહિતી ખાતાના પાપે પત્રકારો અને તંત્ર વચ્ચે તુતું મેમે થઈ ગઈ હતી. વલસાડ માહિતી વિભાગ ના અક્ષય દેસાઈ (Akshay Desai) ની અણઆવડત ના કારણે પત્રકારો માં ભારે નારાજગી જોવા મળી હતી. મળતી માહિતી મુજબ 15મી ઓગષ્ટની રાજ્ય કક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરાઈ હતી. રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

2 દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમ કોઈપણ જાતના વિઘ્ન વગર સંપન્ન થયો હતો. પરંતુ આખા ઉત્સવ ને પ્રજા સુધી પહોંચાડવામાં જેનો અહમ ભાગ હોય છે એવા સ્થાનિક તેમજ બહાર થી આવેલા પત્રકારો એ ભારે મુશ્કેલી સાથે અપમાન નો સામનો કરવો પડ્યો હતો. સરકાર માહિતી વિભાગના અક્ષય દેસાઈ ની મૂર્ખામી ના કારણે પત્રકારો ને 2 દિવસ ના તમામ કાર્યક્રમો માં કવરેજ કરવામાં તકલીફ પડી હતી. એટ હોમ માં પણ માહિતી ખાતાના પાપે સ્થાનિક પત્રકારો ને બાકાત રખાયા હતા.

કોણ છે અક્ષય દેસાઈ ?

નાણાં મંત્રી કનું દેસાઈ ના નજીક હોવાના ડંફાસ મારી ને ફાકા ફોજદારી કરતો અક્ષય દેસાઈ (Akshay Desai) ની મૂળ ભરતી માહિતી ના વહીવટ વિભાગ માં થઇ હતી પરંતુ નેતાઓ ની કદમ પોષી કરીને એડીટોરિયલ વિભાગમાં ઠોકી બેસાડવામાં આવ્યો.. સમાચાર ની બિલકુલ ગતાગમ નહિ હોવા છતાં અક્ષય દેસાઈ વલસાડ જિલ્લાના પત્રકારો માટે માથાનો દુખાવો સાબિત થયો છે. હંમેશા કોઈ ને કોઈ મુદ્દે વિવાદ ઉભા કરવામાં અક્ષય દેસાઈ ની માસ્ટરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *