હિંડનબર્ગ રીપોર્ટ બાદ રાતાપાણીએ રોયેલા અદાણીને ફરીવાર રોવું પડશે, એક જ દિવસમાં 25000 કરોડ ડૂબ્યા

Published on Trishul News at 12:24 PM, Tue, 15 August 2023

Last modified on August 15th, 2023 at 12:25 PM

25000 crore loss to Adani in one day: મંગળવારે શેરબજારમાં કોઈ કારોબાર ન હોવા છતાં, ગૌતમ અદાણી ગ્રૂપના શેર સોમવારના ટ્રેડિંગમાં ખરાબ રીતે તૂટી ગયા છે. અદાણીની પોર્ટ કંપનીના ઓડિટર તરીકે ડેલોઈટે રાજીનામું આપ્યા બાદ સોમવારે અદાણી ગ્રુપ ઓફ કંપનીઓના શેરમાં(25000 crore loss to Adani in one day) ઘટાડો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે રાજીનામું આપતા પહેલા ડેલોઈટે હિંડનબર્ગ રિસર્ચના આરોપો હેઠળ આવતા કેટલાક વ્યવહારો અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.

કયા સ્ટોકની હાલત કેવી છે?
BSE પર અંબુજા સિમેન્ટના શેર 3.49 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 3.26 ટકા, અદાણી ટ્રાન્સમિશન 2.69 ટકા અને ACC 2.27 ટકા જેટલા નીચી પડયા હતા. અદાણી ગ્રીન એનર્જીનો શેર 2.09 ટકા, અદાણી વિલ્મર 1.96 ટકા, અદાણી ટોટલ ગેસ 1.88 ટકા, અદાણી પોર્ટ્સ 1.66 ટકા, એનડીટીવી 1.37 ટકા અને અદાણી પાવર 0.78 ટકા ઘટ્યો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોને રૂ. 25,000 કરોડનું નુકસાન પોહ્ચ્યું છે.

તમને જણાવી દઈએ કે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોને ડેલોઈટના રાજીનામાની પુષ્ટિ કરતા એમએસકેએ એન્ડ એસોસિએટ્સના નવા ઓડિટરની નિમણૂકની જાહેરાત કરી છે. જાન્યુઆરીમાં, હિંડનબર્ગ રિસર્ચએ અદાણી પર શેરના ભાવમાં હેરાફેરી અને ખોટા ખાતાઓનો આરોપ મૂક્યો હતો. ડેલોઇટે તાજેતરમાં અહેવાલમાં ઉલ્લેખિત કેટલાક વ્યવહારો પર ચિંતા વ્યક્ત કરી છે.

Be the first to comment on "હિંડનબર્ગ રીપોર્ટ બાદ રાતાપાણીએ રોયેલા અદાણીને ફરીવાર રોવું પડશે, એક જ દિવસમાં 25000 કરોડ ડૂબ્યા"

Leave a comment

Your email address will not be published.


*