અમેરિકામાં બની રહેલા હિંદુ મંદિર સામે પડેલી વામપંથી ગેંગને કડકડતો તમાચો: કાવતરામાં વકીલ સહીત ગુજરાતનો પૂર્વ IPS છે શામેલ

અમેરિકામાં બની રહેલા વિશ્વના સૌથી મોટા હિન્દુ અક્ષરધામ મંદિરના (Akshardham New Jersey) નિર્માણમાં વિઘ્ન ઉભું કરી રહેલા વામપંથીઓ ને કડકડતો તમાચો પડ્યો છે. ગુજરાતનો એક…

અમેરિકામાં બની રહેલા વિશ્વના સૌથી મોટા હિન્દુ અક્ષરધામ મંદિરના (Akshardham New Jersey) નિર્માણમાં વિઘ્ન ઉભું કરી રહેલા વામપંથીઓ ને કડકડતો તમાચો પડ્યો છે. ગુજરાતનો એક પૂર્વ આઇપીએસ ઓફિસર અને અમેરિકાની એક વામપંથી એડવોકેટ દ્વારા ડરાવી ધમકાવી અને રૂપિયા ની લાલચ આપીને કેટલાક ભારતીય પથ્થર ઘડાઈ કરતા કારીગરોને ઉશ્કેરીને હિન્દુ મંદિર (New Jersey Akshardham News) વિરુદ્ધ કેસ કરાવ્યો હતો. જેમાં આ પૂર્વ આઈપીએસ ઓફિસર અને અમેરિકાની વામપંથી એડવોકેટને અમેરિકન કોર્ટ અને ભારતીય પથ્થર ઘડાઈ કરતા કારીગારોએ કડકડતો તમાચો માર્યો છે.

શું હતી સમગ્ર ઘટના આવો જાણો

વાસ્તવમાં અમેરિકામાં હાલમાં વિશ્વનું સૌથી મોટું હિન્દુ અક્ષરધામ મંદિર (Akshardham News) બની રહ્યું છે. જેનું નિર્માણ બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમ રામાયણ કાળમાં શુભ કાર્યોમાં રાક્ષસો હાડકા નાખતા હતા, તેવી જ રીતે આ મંદિર નું કામ અટકાવવા માટે ગુજરાતનો જ એક પૂર્વ આઇપીએસ ઓફિસર અમેરિકા ગયો હતો અને ત્યાંની એક મહિલા વકીલ સ્વાતિ સાવંતને આગળ ધરીને પોતાનો મલિન ઈરાદો જાહેર કર્યો હતો.

વિડીયો જોવા માટે ફોટો ક્લિક કરો:

Model Picture of Robbinsville Akshardham, New Jersey, USA
Model Picture of Robbinsville Akshardham, New Jersey, USA

સોશિયલ મીડિયામાં ગુલબાંગો ફુંકતા આ પૂર્વ આઈપીએસ ઓફિસરે આ મહિલા વકીલને આગળ ધરીને અમેરિકામાં અક્ષરધામ પરિસરમાં કામ કરી રહેલા ભારતીય પથ્થર ઘડાઈના કારીગરોને ઉશ્કેર્યા અને કોર્ટ ફરિયાદ કરાવી હતી. જેમાં સંસ્થા ઉપર આરોપ લગાવડાવવામાં આવ્યો હતો કે સંસ્થા દ્વારા તેમનું શોષણ કરવામાં આવે છે. આ કેસ કરવાની સાથે જ આ વામપંથી ગેંગ દ્વારા ખોટા સમાચારો ઉભા કરીને સંસ્થાને બદનામ કરવાની ભરપૂર કોશિશો કરવામાં આવી હતી.

પરંતુ એફબીઆઇની કસ્ટડીમાં રહેલા મજૂરો એ સ્વાતિ સાવંતનો ડર રાખ્યા વગર અને અમેરિકન સિટિઝનશીપ મેળવવાની લાલચ છોડીને ભારત ના ભારતીય પથ્થર ઘડાઈ અને નિર્માણ મજૂર સંઘ નો સંપર્ક કરીને રાજસ્થાન હાઇકોર્ટના વિધવાન એડવોકેટ આદિત્ય સોની નો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટના વર્ણવી હતી. ત્યારે આ કાવતરું રચનાર ગુજરાતના પૂર્વ આઈપીએસ ઓફિસર અને અમેરિકન વકીલ સ્વાતિ સાવંત ની ચંગુલમાંથી બહાર કાઢવાનું નક્કી કરાયું.

અમેરિકાની કોર્ટમાં આ તમામ વિગતો રજૂ કરવામાં આવી અને અમેરિકાની કોર્ટમાં મજૂરો દ્વારા કરવામાં આવેલા ખોટી ફરિયાદ પરત લેવાની રજૂઆત કરવામાં આવી. મજૂરોએ હિંમતભેર અસત્યનો સામનો કર્યો ત્યારે ફરી વખત સ્વાતિ સાવંતે તેમને અમેરિકન સિટિઝનશીપ અને રૂપિયા આપવાની ઓફર કરી પરંતુ મજૂરો ફરી વખત લાલચમાં આવ્યા નહીં.

આમ ફરિયાદ કરનાર કારીગરોએ અમેરિકાની સિવિલ કોર્ટમાં મંદિર વિરુદ્ધ કરેલા કેસ ગેરમાર્ગે દોરાઈને કર્યા હતા. તેવું કોર્ટમાં કબૂલ્યું હતું અને તેઓએ તેમના નામ આ ફરિયાદમાંથી દુર કરવા માંગે છે એમ એફિડેવિટ અને વિડિયો ઇન્ટરવ્યૂ સ્ટેટમેન્ટ આપીને સત્ય સાથે ઊભા રહી ગયા છે. અને હિન્દુ મંદિર નિર્માણમાં વિઘ્ન ઊભું કરનાર વકીલ અને આ પૂર્વ આઇપીએસ ઓફિસરની પોલ ખોલી નાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *