ટ્વીટરની ચકલી ઉડાવવા ઝૂકરબર્ગ લાવ્યા Threads Instagram App, જાણો કેવી રીતે વાપરશો અને વધારશો ફોલોઅર

Twitter vs Threads: ટ્વિટરની ટક્કર આપે તેવું મેટા ઓન્ડ ઇંસ્ટાગ્રામે પોતાની નવી એપ લોન્ચ કરી છે. આ એક નવી સોશિયલ નેટવર્કિંગ એપ છે. તેની સીધી…

Twitter vs Threads: ટ્વિટરની ટક્કર આપે તેવું મેટા ઓન્ડ ઇંસ્ટાગ્રામે પોતાની નવી એપ લોન્ચ કરી છે. આ એક નવી સોશિયલ નેટવર્કિંગ એપ છે. તેની સીધી સ્પર્ધા ટ્વિટર સાથે થઈ શકે છે. થ્રેડ એપ્લિકેશન ટ્વિટર જેવી જ છે. સાથે જ તેમાં ઇન્સ્ટાગ્રામના કેટલાક ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. જોકે ટ્વિટર(Twitter vs Threads) પેઇડ થયા પછી, મોટી સંખ્યામાં યૂઝર્સ પોતાને ટ્વિટરથી દૂર કરી દીધા છે. Instagram આ યૂઝર્સને તેના નવા પ્લેટફોર્મ થ્રેડમાં ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ક્યાં કરશો ડાઉનલોડ
થ્રેડ એપ્લિકેશનએ iOS અને Android પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. એટલે કે તેને એપલ ના એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર એમ બને પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય યુઝર્સ ડેસ્કટોપ પર સાઇટ પરથી થ્રેડનો પણ ઉપયોગ કરી શકશે.

થ્રેડના મહત્વપૂર્ણ પોઇન્ટ
યૂઝર્સ આ એપ્લીકેશન થ્રેડમાં વધુમાં વધુ 500 અક્ષરો પોસ્ટ કરી શકશે. આ સાથે યુઝરને ફોટો અને વીડિયો પોસ્ટ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ટ્વિટર પર ફોટો અને વીડિયો અપલોડ કરવાનું ફીચર પણ આપવામાં આવ્યું હતું. યુઝર્સ થ્રેડ એપ પર 5 મિનિટ સુધીના વીડિયો પણ પોસ્ટ કરી શકશે.

આ એપ્લીકેશનમાં યૂઝર્સને જો Instagram યુઝ કરે છે. તો તે યુઝરને થ્રેડો માટે અલગ એકાઉન્ટ બનાવવાની જરૂર નથી. યુઝરએ ફક્ત થ્રેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર છે. આ પછી એપ આપોઆપ લોગીન થઈ જશે. આ માટે કોઈ પાસવર્ડની જરૂર નથી.

એકવાર તમે લૉગ ઇન કરી લો, પછી તમે થ્રેડ પર લોકોની સંપૂર્ણ લિસ્ટ દેખાશે, અને તમે તેમાંથી કોઈપણને પણ ફોલો કરી શકશો.

યુઝરને થ્રેડ એપની પ્રોફાઇલને પબ્લિક અને પ્રાઇવેટ એમ બને રાખવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યોપ છે.

તમને જણાવી દઇએ કે હાલમાં થ્રેડ એક એડ ફ્રી એપ્લિકેશન છે. પરંતુ એ વાત ચોક્કસ છે કે જ્યારે થ્રેડ પર ફોલોઅર્સ વધશે ત્યારે એપ પર જાહેરાતો દેખાવા લાગશે. થ્રેડ એપનો લુક બિલકુલ ઇન્સ્ટાગ્રામ જેવો છે. પરંતુ અંદર ના ફીચર્સ ટ્વિટર જેવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *