અક્ષય કુમારે શરૂ કાર્યક્રમમાં જ અમિત શાહને આપી સલાહ, જાણો અહીં શું કહ્યું ?

છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમાર અને કરીના કપૂરની આવનારી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ ચર્ચામાં છે. હવે આ ફિલ્મનું પહેલું પોસ્ટર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. ચિલ્ડ્રન્સ…

છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમાર અને કરીના કપૂરની આવનારી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ ચર્ચામાં છે. હવે આ ફિલ્મનું પહેલું પોસ્ટર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. ચિલ્ડ્રન્સ ડે પર રીલિઝ થયેલા આ પોસ્ટરમાં અક્ષય કુમાર 2 પ્રેગ્નેન્ટ મહિલાઓ વચ્ચે ફસાયેલો દેખાઈ રહ્યો છે. પોસ્ટરમાં જોઈ શકાય છે કે એક બેબી બંપ કરીના અને બીજુ કિયારા આડવાણી નું છે. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારથી જ, અક્ષય કુમાર, કરીના કપૂર, કિયારા આડવાણી અને દલજીત દોઝાંસ અત્યારે ચર્ચામાં છે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. રાજ મેહતા નિર્દેશિત આ ફિલ્મ 27 ડિસેમ્બરે રિલીઝ થશે.

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર હાલમાં એક ચેનલના કાર્યક્રમમાં પધાર્યો હતો. ત્યાં તેણે પોતાના વિશે ઘણી વાતો કરી હતી અને એ સિવાય ગૃહમંત્રી અમિત શાહ વિશે પણ બે શબ્દો કહ્યા હતા. જ્યારે અક્ષયને અમિત શાહ વિશે પુછવામાં આવ્યું તો એણે એક સલાહ આપી દીઘી હતી અને એનું કારણ પણ સામે રાખ્યું હતું. સોશિયલ મીડિયા પર કોઈ સલાહ તો કોઈ ટિપ્સ કહી રહ્યા છે.

કાર્યક્રમ બસ પુરો જ થવાનો હતો અને અક્ષયને પુછવામાં આવ્યું કે, તમારા બાદ આ કાર્યક્રમમાં અમિત શાહ આવવાનાં છે. તો તમે એને કોઈ સવાલ પુછવા માંગો છો. તો લોકોએ તો બુમાબુમ કરી કે અક્ષય જ અમિત શાહનો ઈન્ટરવ્યૂ લે એવી અમારી ઈચ્છા છે.

અક્ષયે થોડીવાર વિચાર્યા બાદ જવાબ આપ્યો. તેણે કહ્યું કે, ના મારે કોઈ પ્રશ્ન તો નથી પુછવો પરંતુ હું અમિત શાહજીને એક સલાહ આપવા જરૂર માંગીશ કે સાંજના 6:30 વાગ્યા પછી ખાવાનું ન જમે. કારણ કે, આપણા શાસ્ત્રમાં પણ સુર્યાસ્ત પછી ન ખાવાનું કહેવામાં આવ્યું છે. એમાં કોઈ બુરાઈ નથી અને ફિટ રહેવા માટે તે ફાયદાકારક પણ છે. એ સિવાય અક્ષયે અમિત શાહના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, તે દેશ માટે એક મહત્વપુર્ણ માણસ છે. એટલે પણ તેને તબિયતનું ધ્યાન રાખવું જોઈએ.

આ સિવાય નાગરિકતા બિલ વાળી વાત પર અક્ષય કુમારે કહ્યું કે, એમાં કોઈ બે મત નથી કે હું ભારતીય છું. દર વખતે મારી નાગરિકતા પર સવાલ ઉભા કરવામાં આવે છે. મને એ ખબર નહોતી કે આવા મુદ્દા પર પણ આટલી મોટી બબાલ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *