રાજકારણમાં એન્ટ્રી લેશે અક્ષય કુમાર? જાણો શું કહ્યું…

બોલિવૂડ(Bollywood)ના એક્શન કિંગ(Action King) અક્ષય કુમાર(Akshay Kumar) પોતાની ફિલ્મો અને એક્ટિંગને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. ફિટનેસ ફ્રીક અક્ષય કુમાર ચાહકોનું મનોરંજન કરે છે અને તેમને તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે પણ પ્રેરિત કરે છે. પરંતુ હવે અક્ષય રાજનીતિમાં આવવાને કારણે ચર્ચામાં છે. સવાલ એ છે કે ખિલાડી કુમાર હવે રાજકારણ(Politics)નો હિસ્સો બનશે કે નહીં? આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાએ કર્યો છે.

રાજકારણમાં આવવા પર અક્ષયે શું કહ્યું?
અક્ષય કુમારનું નામ રાજકારણમાં આવવા માટે પહેલા પણ ચર્ચામાં રહ્યું છે અને હવે ફરી એકવાર ચર્ચા જોરમાં છે. હકીકતમાં, તાજેતરમાં લંડનના પોલ મોલમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર્સમાં આયોજિત “હિનુજાસ અને બોલિવૂડ” ના પુસ્તક વિમોચન સમયે, અભિનેતાને રાજકારણમાં જોડાવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. આના પર ખિલાડી કુમારે જવાબ આપ્યો કે તે સિનેમા દ્વારા જ સમાજ માટે કામ કરવાનો પ્રયાસ કરે છે.

રાજકારણમાં જોડાવા પર અક્ષયે આગળ કહ્યું- હું ફિલ્મો બનાવીને ખૂબ જ ખુશ છું. એક અભિનેતા તરીકે, હું ફિલ્મોમાં સામાજિક મુદ્દાઓને ઉઠાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરું છું. મેં 150 ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. પરંતુ જે મારા હૃદયની સૌથી નજીક છે તે રક્ષાબંધન છે. અક્ષય કુમારે આગળ કહ્યું- હું કોમર્શિયલ ફિલ્મોનું નિર્માણ કરું છું, કેટલીકવાર આવી, જે સામાજિક મુદ્દાઓ સાથે સંબંધિત હોય છે. અક્ષયે વધુમાં જણાવ્યું કે તે એક વર્ષમાં લગભગ 3-4 ફિલ્મો બનાવે છે.

અક્ષયની ફિલ્મ રક્ષાબંધનના દિવસે રિલીઝ થશે:
અક્ષય કુમારની વાત કરીએ તો તેણે ફિલ્મ સૌદાગરથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારથી અક્ષયનું સ્ટારડમ બરકરાર છે. અક્ષય ટૂંક સમયમાં ફિલ્મ રક્ષાબંધનમાં જોવા મળશે. તેમની આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. હવે જોઈએ કે અક્ષયની ફિલ્મને દર્શકોનો કેવો પ્રતિસાદ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *