અમેરિકા(America)એ જે રીતે આતંકનો પર્યાય ગણાતા ઓસામા બિન લાદેન(Osama bin Laden)ને પાકિસ્તાન(Pakistan)માં તેના અડ્ડા પર માર્યો હતો. એ જ રીતે, 11 વર્ષ પછી, 31 જુલાઈની રાત્રે, અમેરિકી સૈનિકોએ તાલિબાન(Taliban) સમર્થિત અફઘાનિસ્તાન(Afghanistan)માં હવાઈ હુમલો કરીને આતંકવાદી સંગઠન અલ કાયદાના નેતા અલ જવાહિરી(Ayman al-Zawahiri)ને મારી નાખ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન(Joe Biden)એ દાવો કર્યો છે કે જવાહિરી 31 જુલાઈના રોજ કાબુલમાં થયેલા હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. અયમાન અલ જવાહિરીની હત્યા અલ-કાયદા માટે મોટો આંચકો છે, કારણ કે ઓસામા બિન લાદેનની હત્યા બાદ તે અલ-કાયદાની કમાન સંભાળતો હતો.
રાત્રિના અંધારામાં કરવામાં આવ્યો હતો હવાઈ હુમલો:
સીએનએનના અહેવાલ મુજબ અલ-કાયદા ચીફ અલ-ઝવાહિરી પોતાના પરિવારને મળવા કાબુલમાં હતો. જો બાઈડનએ કહ્યું કે, અલ કાયદાના વડાને બે હેલફાયર મિસાઈલનો ઉપયોગ કરીને માર્યો ગયો. ડ્રોન સ્ટ્રાઈક 31 જુલાઈએ રાત્રે 9:48 કલાકે કરવામાં આવી હતી. કાબુલમાં જે સમયે ડ્રોન હુમલો કરવામાં આવ્યો તે સમયે ત્યાં કોઈ અમેરિકી સૈન્ય કર્મચારી હાજર નહોતો.
તાલિબાનના વરિષ્ઠ નેતાઓ કાબુલમાં જવાહિરીના રોકાણ વિશે જાણતા હતા. અમેરિકાએ પણ આ હવાઈ હુમલા પહેલા તાલિબાન અધિકારીઓને એલર્ટ કર્યા ન હતા. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે, જવાહિરીના પરિવારને કોઈ નુકસાન થયું નથી, તેની પુત્રી અને તેના બાળકોને કોઈ નુકસાન થયું નથી.
આલીશાન મહેલમાં અલકાયદા ચીફ હાજર હતો:
દરમિયાન,જવાહિરીના ઘરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલા સમયે જવાહિરી તે જ ઘરમાં હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે જવાહિરી આ ઘરમાં રહેતો હતો. કાબુલના શેરપુર વિસ્તારમાં આવેલું આ ઘર જવાહિરીનું જ કહેવાય છે. આ વિસ્તાર ગીચ વસ્તીવાળો છે. ઘરમાં અનેક માળ છે.
તાલિબાને કરી કડી નિંદા:
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદે કહ્યું કે, 31 જુલાઈના રોજ કાબુલ શહેરના શેરપુર વિસ્તારમાં રહેણાંક મકાન પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટના પહેલા અસ્પષ્ટ હતી, પરંતુ ઇસ્લામિક અમીરાતની સુરક્ષા અને ગુપ્તચર સેવાઓએ આ ઘટનાની તપાસ કરી અને પ્રાથમિક તારણોએ નક્કી કર્યું કે આ હુમલો યુએસ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. મુજાહિદે કહ્યું કે અમે આ હુમલાની સખત નિંદા કરીએ છીએ અને તેને આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો અને દોહા સમજૂતીનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવીએ છીએ.
અમેરિકાની સાથે ભારતને પણ જવાહિરી દ્વારા ધમકી આપવામાં આવી હતી:
જવાહિરી અમેરિકાની સાથે ભારત માટે પણ ખતરો હતો. વર્ષ 2014 માં, જવાહિરીએ AQIS ની રચનાની જાહેરાત કરી હતી અને ભારતમાં જન્મેલા અસીમ ઉમરને તેના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેનો હેતુ ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર અને બાંગ્લાદેશની સરકારો સામે જેહાદ કરવાનો છે.
એક વિડીયો સંદેશમાં જવાહિરીએ ‘કાશ્મીરમાં મુજાહિદ્દીન’ને ભારતીય સેના અને સરકાર પર હુમલા ચાલુ રાખવા કહ્યું હતું. આ સંદેશ અલ-કાયદાની મીડિયા વિંગ અલ-શબાબે જાહેર કર્યો છે. જવાહિરીએ એ પણ જણાવ્યું હતું કે, પાકિસ્તાન કઈ રીતે કાશ્મીરમાં સીમાપાર આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.