ગુજરાતમાં આમ તો દારૂ પર પ્રતિબંધ છે પરંતુ પરંતુ રાજ્યમાં દારૂબંધીની દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. કચ્છ, સુરત, ભરૂચ અને પાટણમાં હાલમાં જ દારૂબંધીના ધજાગરા ઉડેલા જોવા મળ્યાં હતા. જો કે આજે તો હદ પાર જોવા મળી છે. જેમના હાથમાં દેશનું ભવિષ્ય છે એવા શિક્ષકના ઘરમાંથી જ દારૂનો જથ્થો પકડતાં બાળકોના ભવિષ્યને લઇને સવાલો ઉભા થઇ રહ્યાં છે.
દાહોદનાં ફતેપુરાનાં મોટા નટવા ગામમાંથી એક પ્રાથમિક શાળાનાં શિક્ષક હડિયાભાઇ બામણિયાનાં ઘરમાંથી બે લાખથી વધારેનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. શિક્ષક બુટલેગર બન્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિક્ષકના ઘર અને ખેતરમાંથી બે લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો છે. હોળીના તહેવારને લઇને દારૂ અને બીયરનો જથ્થો શિક્ષકે ઘરમાં અને ખેતરમાં જમીનમાં દાટી દીધો હતો. હાલ સુખસર પોલીસે દારૂનાં જથ્થા સાથે શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.
આ મામલામાં સ્થાનિક પોલીસને બાતમી મળી હતી કે, ફતેપુરા તાલુકાનાં મોટાનટવા ગામે પ્રાથમિક શિક્ષક દારૂનો વેપલો કરતો હોવાનું તેમજ હોળીનો તહેવારને કારણે મોટી માત્રામાં દારૂના જથ્થાનો સંગ્રહ કર્યો હોવાની બાતમી મળી હતી. આ આધારે તપાસ કરાતા મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને શિક્ષકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં પ્રાથમિક શિક્ષક હડિયા ભાઈ બામણિયાના મકાન તથા ખેતરમાં જમીનમાં દાટેલો વિદેશી દારૂનાં કોટરીયા તથા બિયરનો જથ્થો મળ્યો હતો. આ શિક્ષક મોટા નટવા ગામની પ્રાથમિક શાળામાં ભણાવતો હતો અને આ જ ગામનો રહેવાસી પણ છે.
પોલીસે બાતમીને આધારે રેડ કરતા શિક્ષકના ઘરમાંથી દારૂ મળ્યો
સુખસર પોલીસને બાતમી મળી હતી કે, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામના જાબુડી ફળીયામાં રહેતા પ્રાથમિક શાળાના શિક્ષક સડીયાભાઇ ઉર્ફે સરદારભાઇ હકલાભાઇ બામણીયાના ઘરમાં અને ખેતરમાં હોળીને પગલે દારૂ છુપાવવામાં આવેલો છે. જેથી દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરની સૂચનાથી ઝાલોદ ડીવાયએસપી જાદવના માર્ગદર્શન હેઠળ સુખસર પી.એસ.આઇ એસ.એન.બારીયા તથા સ્ટાફના એ.એસ.આઇ શંકરભાઇ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પલાસ અને મનોજભાઈ જીતુભાઈ સહિત સ્ટાફે રેડ પાડીને શિક્ષકના ઘરમાં અને ખેતરમાં દાટેલો 2.04 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.