સુરતના મહિધરપુરામાં ચાલી રહેલા દારૂના વેપલાનો થયો પર્દાફાશ, પોલીસે 28 લાખથી વધુ કિંમતનો જથ્થો કર્યો જપ્ત

સુરત(Surat): શહેરમાં અવાર-નવાર પોલીસ દ્વારા દારૂના જથ્થો પકડી પાડવામાં આવે છે અને આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવે છે. ત્યારે ફરી એક વખત સુરતના મહિધરપુરા(Mahidharpura) વિસ્તારમાં…

સુરત(Surat): શહેરમાં અવાર-નવાર પોલીસ દ્વારા દારૂના જથ્થો પકડી પાડવામાં આવે છે અને આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવે છે. ત્યારે ફરી એક વખત સુરતના મહિધરપુરા(Mahidharpura) વિસ્તારમાં ઈંગ્લીશ દારૂ(English wine)નો જથ્થો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. આ દારૂનો વેપલો ચલાવી રહેલા આરોપીઓને પણ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, શહેરના મહીધરપુરા વિસ્તારમાં આવેલ ટોરેન્ટ ગલીની બાજુની ગલીમાં આવેલ એક કેટરસના સામાનના ગોડાઉનની પાછળના ભાગે આવેલ મોટા પ્રમાણમાં દારૂના જથ્થાનો સંગ્ર કરવામાં આવેલ છે અને કેટલાક ઈસમો આ દારૂના જથ્થાનો સંગ્રહ કરીને વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી પોલીસને મળતા આ સ્થળ પર પોલીસે રેડ પાડી હતી.

પોલીસે આ સ્થળે બાતમીના આધારે પહોચી હતી અને બે આરોપીઓ જીગ્નેશ ઉર્ફે લાલો (રહે. જી-1 સૃષ્ટિ એપાર્ટમેન્ટ દેસાઈ ફળિયા) અને સંજય કર્ણિક (રહે.ઘર નંબર 504 ધનલક્ષ્મી રેસીડેન્સી, લીમડા શેરી, રામપુરા) આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.

ગોડાઉનમાં તપાસ કરતા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બાટલીઓ નંગ-૬૩૫૧ થતા બીયરના ટીન નંગ- 624 મળી કુલ 28,41,515 કિંમતના મતદાનનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *