ગુજરાત: પોલીસની કારનો અકસ્માત થતા ફૂટ્યો ભાંડો, નશો કરી કરતા હતા દારૂની હેરાફેરી

ગુજરાતમાં દારૂબંધી છે આવું ગુજરાતના લોકો ફક્ત અફવા તરીકે માની રહ્યા છે. કારણ કે, અવાર નવાર બુટલેગરો હજારો-લાખો રૂપિયા દારુના મુદ્દામાલની સાથે પકડાય છે. જોકે, આ તો વાત કરી સામન્ય માણસની પણ ઘણી વાર તો પોલીસ અધિકારીઓ જ દારૂ સાથે જડ્પાય છે, અને આજે પણ બીજો એવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પોલીસકર્મીની કારનો અકસ્માત થતા કારમાં થતી દારુ અને બિયરની ફેરાફેરીનો પર્દાફાશ થયો હતો. આ ઉપરાંત કારમાં સવાર પોલીસકર્મીઓ પણ દારુ પીધેલી હાલતમાં હોવાનું ત્યાના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ, ગાંધીનગરના દહેગામના મુવાડા નજીક રાત્રીના સમયે એક આધેડ પોતાની બાઈક લઇને જઈ રહ્યા હતા. તે સમયે આધેડની બાઈકને સ્વીફ્ટ કારે અડફેટે લઇ લીધી હતી.આ અકસ્માત થતા ગામના અને આજુબાજુના રહેવાસીઓ એકઠા થઇ ગયા હતા અને ઈજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે ગામ લોકોએ કારનું ચેકિંગ કરતા કાર દહેગામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની હોવાનું જાણવા મળ્યું હતું.

જયારે બધા ગામના લોકોએ ભેગા થઇને કારની અંદર ચેકિંગ કર્યું ત્યારે કારમાંથી બે પેટી દારૂ અને બિયરનાં ટીન મમળ્યા હતા. આ સમગ્ર ઘટનાને પગલે કારમાં સવાર ચાર જેટલા પોલીસકર્મીઓ તેમના પર કાર્યવાહી થવાના ડરથી કાર ઘટના સ્થળ પર છોડીને ભાગી થઇ ગયા હતા. સ્થાનિક લોકો પાસેથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે, કારમાં બેસેલા પોલીસકર્મીઓ પણ દહેગામ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવી રહ્યા છે અને તેઓ પણ દારૂપીને નશામાં હતા. આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ કાફલો તરત ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *