સુરત: નરાધમ પિતાએ જ પોતાની 9 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

સુરત ડુમસ પોલીસ મથકમાં સાવકા પિતા વિરુદ્ધ જ દુષ્કર્મ અને પોસ્કો ની ફરિયાદ નોંધાઈ છે. 9 વર્ષીય માસુમ પર દુષ્કર્મ આચરનાર નરાધમ સાવકા પિતાની ધરપકડ…

સુરત ડુમસ પોલીસ મથકમાં સાવકા પિતા વિરુદ્ધ જ દુષ્કર્મ અને પોસ્કો ની ફરિયાદ નોંધાઈ છે. 9 વર્ષીય માસુમ પર દુષ્કર્મ આચરનાર નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી ડુમસ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.. માતા એ ફરિયાદ આપતા પોલીસ દોડતી થઈ હતી, ફરિયાદી માતા ને પહેલા લગનથી ત્રણ સંતાન હતા પણ કોઈ બીમારી ને કારણે તેના પતિ નું મોત નીપજ્યું હતું. એકલી માતા અને ત્રણ સંતાન સાથે ગુજરાન અને રહેવું મુશ્કેલ પડી રહ્યું હતું. તેને સહારાની જરૂર હતી.

જે તેને અને તેના સંતાન ની દેખરેખ રાખી શકે, ત્યારે ત્યાં જ રહેતા અને સાથે કામ કરતા આ યુવક સાથે તેની આંખ મળી. આ યુવકે તેને સહારો આપવાનો આશ્વાસન આપ્યો પણ યુવતી એ કહ્યું કે તમે તો પહેલે થી જ પરણિત છો તો આ નરધમ એ કહ્યું કે મારી પત્ની તો ઝારખંડ રહે છે અને કેટલાક સમયથી તેનો મારી સાથે કોઈ સબંધ નથી. તેથી હું તારી સાથે લગ્ન કરીશ અને તારા 3 સંતાન ને પણ મારા જ સંતાન ની જેમ રાખીશ આવું કહી બંને એ એક મંદિર માં લગ્ન કરી લીધા. ત્યાર બાદ બનેનું જીવન સુખી ચાલતું હતું અને આ વિધવા ને સહારો મળિયો અને પોતના પુત્ર ને બાપ ની છત્ર છાયા મળી. આ નરધામ ને પહેલી પત્ની ને પણ ત્રણ સંતાન છે.

પણ ગતરોજ આ માતા પોતે પાણી ભરવા ગઈ હતી ત્યારે પાણી ભરી પાછી આવી ત્યારે તેની 9 વર્ષ ની બાળકી ઘરમાં બેસી રડી રહી હતી માતા એ તેને પૂછ્યું કેમ રડી રહી છે, તો તેણે તેના સાવકા બાપ ની કરતૂત કીધી કે તેના સાવકા બાપ એ તેની સાથે ગંદુ કામ કર્યું છે. આ સાવકા પિતા એ અગાવ એક વર્ષ પહેલાં પણ આ જ રીતે તેની સાથે ગંદુ કામ કર્યું હતું. સમગ્ર મામલે ભોગ બનનાર બાળકી ને દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં જ માતા એ પોતાના પતિ ની કરતૂત ડુમસ પોલીસ ને કહી પોલીસ એ તાત્કાલિક હરકતમાં આવી સાવકા બાપ વિરૂદ્ધ પોસ્કો અને દુષ્કર્મ ની ફરિયાદ નોંધી આરોપી સાવકા બાપ ને શોધી તેની ધરપકડ કરી કાયદેસર ની કાર્યાવહી હાથ ધરી છૅ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *