RTO gives warning to school van: આજે તારીખ 13 મેંના રોજ શાળાઓમાં નવા શૈક્ષણીક સત્રની શરૂવાત થઈ ચુકી છે. રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ રાજ્યના મહાનગરોમાં (RTO gives warning to school van) આરટીઓનું તંત્ર પણ સક્રિય થયું છે.
સ્કૂલ વાનમાં બાળકોની બેસવાની સંખ્યામાં ફેરફાર
વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતા સ્કૂલ વાહન પર નજર રાખવામાં આવી રહી છે. આ વખતે સ્કૂલો શરુ થાય એ પહેલા ઘણા નવા નિયમો તેમજ ફાયરસેફટી, સ્કૂલ વાહનોમાં બાળકોની બેસવાની સંખ્યામાં નિયમો જેવા અનેક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સ્કૂલ વેન માટે બાર જેટલા બાળકો બેસાડવાની પરમિશન આપવામાં આવી રહી છે તેનાથી વધારે બાળકોને બેસાડવામાં આવશે તો વેનચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવા બાબતે નિયમ
જો ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ પર વાત કરતાં સ્કૂલ વેન ચાલક કે પછી રીક્ષા ચાલક પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
800 જેટલી સ્કૂલ વેનનું રજીસ્ટ્રેશન
જે જે પટેલે જણાવ્યું છે કે, 800 જેટલી સ્કૂલ વેનનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. સ્કૂલ વેન માટે રજીસ્ટ્રેશન એકવાર કરાવવાનું હોય છે પરંતુ તેનું ફિટનેસ સર્ટિફિકેટ દર વર્ષે લેવાનું હોય છે.
સ્પીડ લિમિટ
તદ ઉપરાંત સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વેન માટે 20 કિલોમીટરની ઝડપ અને મર્યાદા નક્કી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે સ્કૂલ બસ માટે 40ની સ્પીડ નક્કી કરવામાંઆવશે. જે માટે સ્કૂલ વેન ચાલકો પાસેથી એક બાંહેધરી પત્ર પણ લેવામાં આવી રહ્યું છે કે તેઓ સ્પીડમાં ગાડી નહીં હંકારે. આ મુદ્દે શાળાના સંચાલકોને પણ સૂચના આપવામાં આવી રહી છે કે તેમની શાળાએથી લાવવા લઈ જવાનું કામ કરતા સ્કૂલ વાહનો નિયમનું પાલન કરે છે કે નહિ તે બાળકોની સલામતીના ભાગરૂપે ચકાસવું ખુબ જરૂરી છે.
સ્કૂલવેન માટે ટેક્સી પાસિંગનું પરમિશન લીધું હોય તેવા વાહનો જ માન્ય ગણવામાં આવશે, તે સિવાય પ્રાઇવેટ પાસિંગ વાળા વાહનો બાળકોને સ્કૂલેથી લાવવા-લઇ જવા માટે વાપરવા નહીં તેવી પણ ખાસ સુચના જાહેર કરવામાં આવી રહી છે. જો આવા વાહનો પકડાય તો તેની સામે પણ દંડની કાર્યવાહી ઉપરાંત શિક્ષાત્મક પગલાની કામગીરી પણ કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App