લગ્ન ઇચ્છૂક યુવક-યુવતીઓ ચેતી જજો, આ લોકો ફેસબૂક દ્વારા તમને કરી શકે છે પાયમાલ

હાલમાં યુવાનો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે પરંતુ સોશિયલ મીડિયાથી લાભ તો થાય છે પરંતુ તેની સાઇડ ઇફેક્ટ પણ છે. કેટલીક વાર સોશિયલ મીડિયા…

હાલમાં યુવાનો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે પરંતુ સોશિયલ મીડિયાથી લાભ તો થાય છે પરંતુ તેની સાઇડ ઇફેક્ટ પણ છે. કેટલીક વાર સોશિયલ મીડિયા થકી લોકોનું જીવન બરબાદ પણ થઇ જાય છે. આવું જ કંઇ એક નાઇજીરિયન ગંગ દ્વારા કરવામાં આવતું હતું. જેમા તેઓ ફેસબુક પર મિત્રતા કરીને લગ્નની લાલચ આપીને ગિફ્ટસ કુરીયરથી મોકલી કુરીયર એરપોર્ટ કસ્ટમમાંથી છોડાવવા માટે બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવીને છેતરપીંડી કરતા હતા. આ નાઈજીરીયન ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમે દિલ્હીથી ઝડપ્યા છે.

આ નાઈઝીરીયન યુવક અને તેની પ્રેમીકાએ અનેક લોકોને લગ્નની લાલચ આપીને છેતરપિંડી આચરી છે. ઈકવેઝ પૈલીનસ નામનો નાઈઝીરીય અને નાગાલેન્ડની વિરહુની નાયેખાએ ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવીને લગ્ન ઇચ્છુક યુવક કે યુવતીઓ સાથે મિત્રતા કેળવતા અને ત્યાર બાદ લગ્નની લાલચ આપતા. આ આરોપી અમદાવાદની એક યુવતીનો ફેસબુક પર મોરીસ નામનુ ફેક એકાઉન્ટ બનાવ્યુ અને ત્યાર બાદ આ યુવતી સાથે મિત્રતા કેળવી હતી. પોતે ઇંગ્લેન્ડમાં રહે છે તેમજ સિવિલ એન્જીનીયર હોવાનું જણાવી લગ્નની ઓફર પણ કરી હતી. તેમજ જવેલરી, રોલેક્સ ઘડીયાળ, ડાયમંડ રિંગ સહિતની અનેક વસ્તુઓ મોકલી હોવાનું જણાવ્યું હતું. જેની કસ્ટમ ડયુટી પેટે રૂપિયા સાડા સાત લાખ રૂપિયા યુવતી પાસથે જમા કરાવ્યા હતા. પરંતુ યુવતીને કોઈ ભેટ કે ચીજવસ્તુઓ નહી મળતા છેતરપિંડી થઈ હોવાનુ જણાતા તેને સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાઈ હતી. સાયબર ક્રાઈમે દિલ્હીથી આ ગેંગના બે આરોપીની ધરપકડ કરી છે

સાયબર ક્રાઇમે નાઈજીરીયાના ઈકવેંજ પૌલીનસ ઓડિકપો તેમજ નાગાલેન્ડની યુવતી વિરહુની નાખેયાને દિલ્હીમાં ઉત્તમનગરથી ઝડપી લીધા હતા. જેમા ઈકવેઝ ફેસબુક પર સુંદર અને આકર્ષણ યુવક-યુવતીનો ફોટા તથા બાયોડેટા સાથે પ્રોફાઈલ બનાવીને સોશિયલ મીડિયા પર લોકો સાથે સંપર્ક કરતો હતો. અને વિશ્વાસમા લઈને કિંમતી ચીજ વસ્તુઓના ભેટ આપવા માટે પાર્સલ મોકલી રહ્યો હોય તેના ફોટોગ્રાફસ મોકલીને છેતરપિંડી કરતો હતો. જયારે તેની પ્રેમિકા વિરહુની મૂળ નાગાલેન્ડની છે. તે હિન્દી ભાષામા કસ્ટમ ઓફીસર તરીકેની ઓળખ આપીને કસ્ટમ ડયુટીના નાણા એકાઉન્ટમા ટ્રાન્સ્ફર કરાવતી હતી. બન્ને આરોપીઓ છેલ્લા એક વર્ષથી લીવ ઈન રીલેશનશીપમા રહે છે. અત્યાર સુધીમા તેઓએ 15થી વધુ લોકોને ટાર્ગેટ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *