મોદી એવી દુલ્હન જે રોટલી ઓછી વણે અને બંગડીઓ વધુ ખખડાવે: સિધ્ધુ

લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર ગમે તેમ બફાટ કરી રહ્યાં છે.આ બધાની વચ્ચે ભારતના ઉચ્ચ પદે બેસેલા વડાપ્રધાન મોદી માટે પંજાબની કોંગ્રેસ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. જે પીએમની ગરિમાને નુકસાન પહોંચાડે તેવું છે. કહ્યું કે મોદી એવી દુલ્હન છે જે કામ ઓછું કરે છે, રોટલી ઓછી બનાવે છે અને બંગડીઓ વધુ ખખડાવે છે. જેથી આખા મહોલ્લાવાળાઓને ખબર પડે કે તેઓ કામ કરી રહ્યાં છે. ઇંદોરની ચૂંટણી સભામાં સિદ્ધુએ ભાજપ અને મોદી પર પ્રહાર કરીને કહ્યું કે કાલે અંગ્રેજને સત્તામાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક સિદ્ધુએ મોદીને જુઠ્ઠું બોલનારા નેતા ગણાવ્યાં છે. પોતાના અંદાજમાં કટાક્ષ કર્યો કે મેં હીરો નંબર વન, કુલી નંબર વન, અને બીવી નંબર વન જેવી ફિલ્મો જોઇ છે.મોદીની નવી ફિલ્મો આવી રહી છે ફેંકુ નંબર વન, જુઠ્ઠા નંબર વન, ડિવાઇડર ઇન ચીફ સાથે જ રાફલે કૌભાંડ મામલે મોદીને અંબાણી, અદાણીના બિઝનેસ મેનેજર તરીકે ગણાવ્યાં છે.

સિદ્ધુએ કહ્યું કે મોદીજી એ દુલ્હનની જેમ છે જે રોટલી ઓછી વણે છે અને બંગડીઓ વધુ ખખડાવે છે જેથી કરીને મોહલ્લાવાળાઓને એ ખબર પડે કે તે કામ કરી રહ્યાં છે. બસ એ જ થયું મોદી સરકારમાં.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક સિદ્ધુએ પીએમ મોદી પર જુઠ્ઠું બોલવાનો આરોપ મૂકતા કહ્યું કે મોદી માત્ર જુઠ્ઠું બોલી રહ્યા છે. વડાપ્રધાન અને તેમનો આખો કુનબા જુઠ્ઠો છે.

સિદ્ધુએ પોતાના આગવા અંદાજમાં કટાક્ષ કર્યો, મેં હીરો નંબર વન, કુલી નંબર વન, અને બીવી નંબર વન જેવી ફિલ્મો જોઇ હતી. પરંતુ હાલમાં મોદીની નવી ફિલ્મો આવી રહી છે- ફેંકુ નંબર વન. તેમણે કહ્યું કે હું તેમને જુઠ્ઠા નંબર વન, ડિવાઇડર ઇન ચીફ અને અંબાણી અને અદાણીનો બિઝનેસ મેનેજર કહું છું.

મોદી સરકાર પર પ્રહારો કરતાં સિદ્ધુ એ કહ્યું કે ના રામ મળ્યો, ના રોજગાર મળી. દરેક ગલીમાં મોબાઇલ ચલાવતો એક બેરોજગાર મળ્યો. રાફેલ વિમાન સોદા પર વડાપ્રધાનને ઘેરતા પંજાબની કોંગ્રેસ સરકારના મંત્રીએ કહ્યું કે મોદી દેશના લોકોને કહેતા હતા કે તેમણે 10 રૂપિયાની પેન સુદ્ધાં ખરીદવા પર દુકાદનદાર પાસેથી પાક્કું બીલ લેવું જોઇએ. પરંતુ જ્યારે રાફેલ વિમાનોની ખરીદીના બીલની વાત હોય છે તો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *