આલિયા ભટ્ટની ફિલ્મોગ્રાફી રોમાંચક છે. અત્યાર સુધી એણે ભજવેલી ભૂમિકાઓની માગ હતી કે એણે વિવિધ ભાષાઓ સાથે પનારો પાડવો પડે. તમિલ, તેલુગુ , મુંબઈની છાંટ ધરાવવું હિન્દી અને બિહારી હિન્દી સાથે એ પનારો પાડી ચૂકી છે. હવે એ કાઠિયાવાડી લક્ષણવાળું ગુજરાતી બોલવા તૈયાર છે.
ટુ સ્ટેટસમાં તમિલ યુવતી અનન્ય સ્વામીનાથન બની હતી આલિયા, તો ઉડતા પંજાબમાં બિહારી હિન્દી બોલીથી પરિચીત થઈ. ગીલ બોયમાં બમ્બૈયા હિન્દીથી પરિચિત થઈ અને રાઝી માટે ઉર્દુ શીખી અને આરઆરઆર માટે તેલુગુ. સંજય લીલા ભણશાળીની ગંગુબાઈ કાઠિયાવાડીમાં એ કાઠિયાવાડી લક્ષણમાં ગુજરાતી બોલશે.
ગંગુબાઈને બળજબરી વેશ્યાવૃત્તિના વ્યવસાયમાં ધકેલવામાં આવી હતી. એમ મનાય છે કે એણે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે વાતચીત પણ કરી હતી. કેટલાક અઠવાડિયામાં ફિલ્મ મુંબઈમાં ફલોર પર જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.