ગુજરાતની આ યુવતી વિશ્વની ‘વર્લ્ડસ હોટેસ્ટ ફિટનેસ ટ્રેઈનર’ તરીકે જાણીતી બની છે. જાણો છે કોણ ?

Published on: 7:47 am, Thu, 16 May 19

બોલિવૂડ સેલિબ્રિટી તેમની ફિટનેસને લઈ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ તેમની ફિટનેસ પાછળ બીજી વ્યક્તિનો મહત્વનો હાથ હોય છે. જેના કારણે તેઓ પણ લાઇમલાઇટમાં આવતા હોય છે.

આજે મોડલિંગ સિવાય પણ એવી ઘણી જગ્યાઓ છે જેમાં ફેમસ થઇ શકાય છે. આજે અમે તમને એક એવી જ છોકરીની વાત કરવાના છીએ જેની વધુ પડતી મહેનતના કારણે તે ફેમસ થઇ શકી. આ છોકરીનું નામ રિચી શાહ છે. રીચી શાહ નો જન્મ ગુજરાતમાં થયો હતો.અને તેને તેના કરિયર અને તેના સપના પુરા કરવા માટે મુંબઈ જઈને વસે છે.

27 વર્ષીય રિચી શાહ તેના યૂટ્યુબ ચેનલ દ્વારા વિવિધ ફિટનેસ ટિપ્સ આપે છે. તેણે કેટલાંક મ્યૂઝિકક આલબમમાં પણ કામ કર્યું છે. હાલ રિચી શાહ તેના પરિવાર સાથે મુંબઈમાં રહે છે.

રિચીને પહેલાથી જ ફિટનેસનો ખૂબ શોખ હતો. તેના માટે રિચી શાહે શોખને કામના રૂપમાં પરિવર્તન કર્યું છે અને આજે ખૂબ ફેમસ પણ છે.

યૂટ્યૂબ ચેનલ પર તેના હજારો ફોલોઅર્સ છે. જેઓ રિચીની વીડિયો ટિપ્સ જોઈને તેમની બોડીને પણ ફિટ રાખે છે.

રિચી શાહ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે. તેની સતત તસવીરો તે અહીંયા પોસ્ટ કરતી રહે છે.ઇન્સ્ટાગ્રામ પર રિચી શાહના ફોલોઅર્સની સંખ્યા 2 લાખથી પણ વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.