બધાઈ હો! ચુંટણી પૂરી, ખિસ્સા ખાલી: અમૂલે દૂધ અને દહીંના ભાવમાં કર્યો તોતિંગ વધારો

Amul Milk Prices: મોંઘવારીથી જનતા પરેશાન થઇ ગઇ છે. પ્રાથમિક જીવન જરુરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો નોંધાઇ રહ્યો છે. શાકભાજી, કઠોળ, દૂધ, ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. આજથી અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ,(Amul Milk Prices) અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરાયો છે. હવે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થશે. 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. જોકે, તે પહેલાં જ લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે. ચૂંટણી પરિણામ પહેલાં અમૂલ દૂધના ભાવ લોકોને દઝાડશે.

અમુલ દૂધના પ્રતિ લિટર ભાવ રૂ.62થી વધી 64 થશે
દૂધ સહિત દહીંના ભાવમાં પણ વધારો થયો છે. તેમાં પણ બાકી હતું તેમ અમૂલે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક તરફ ખાદ્ય ચીજોના ભાવ આસમાને તો બીજી તરફ દૂધ. વધતા ભાવે તો ગૃહિણીઓની કમર ભાંગી નાખી છે.

એક પછી એક તમામ વસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકને તો ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર GCMMFએ 2 જૂને સત્તાવાર નવા ભાવ જાહેર કર્યા છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થતાં લોકોમાં રોષ જોવા મળી શકે છે.

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો 2 જૂનથી અમલી બનશે. 3 જૂને દૂધ ખરીદવા જનારે પ્રતિ લિટર 2 રૂપિયા વધારે ચૂકવવા પડશે. જેથી અમૂલ ગોલ્ડમાં 64ને બદલે 66 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ભારતના ઘર-ઘરમાં ઓળખાતું નામ છે. આ ભારતની સુપર બ્રાન્ડ્સમાંની એક છે. એટલું જ નહીં, ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ લાવવામાં અમૂલનો મોટો ફાળો છે.

વિદેશોમાં પણ અમૂલ દૂધ
તેની સફળતાને કારણે ભારતમાં મોટા પાયે ડેરી કો ઓપરેટીવનો ફેલાવો થયો અને તેના કારણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો પાયો પણ નંખાયો. ઘર ઘરમાં અમુલનું દૂધ પહોચે છે પરંતુ આ દૂધના વધતા જતા ભાવને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને ફટકો પડી રહ્યો છે. માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા પણ અમુલનું દૂધ પહોચે છે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ અમેરિકામાં અમૂલ બ્રાન્ડનું દૂધ વેચવા માટે અમેરિકાની 108 વર્ષ જૂની ડેરી ‘મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન’ સાથે તાજેતરમાં કરાર કર્યો છે.