એક બાજુ સમગ્ર સૌરાષ્ટ્ર(Saurashtra)-બરવાળા(Barwala) થયેલ લઠ્ઠાકાંડ (Lattakand)ને કારણે સ્તબ્ધ છે જયારે બીજી બાજુ ગુજરાત (Gujarat)માં જાણે દારૂબંધી (Prohibition of alcohol)નું નામો નિશાન ન હોય તેવી રીતે ઠેર ઠેર ચાલતા દેશી દારૂના હાટડાઓના વિડીયો સોશિયલ મીડિયા (Social media)માં વાઇરલ થઇ રહ્યા છે.
બારડોલી : તાપી નદીના કિનારે ડ્રોન ઉડાડી 6 ભઠ્ઠી ઝડપી – તમામ ભઠ્ઠીઓ તોડી દેશી દારૂ તેમજ રસાયણનો નાશ કરાયો pic.twitter.com/uhAG2PLEmD
— Trishul News (@TrishulNews) July 30, 2022
લઠ્ઠાકાંડમાં 45થી વધુ લોકોના ઝેરી દારૂ પીવાથી મોત નીપજ્યાં છે. જેને પગલે તમામ શહેરો તેમજ જિલ્લાની પોલીસ દેશી દારૂના દૂષણને ડામવા માટે કડક પગલાં ભરી રહી છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ પોલીસ દ્વારા તાપી નદીના કિનારા વિસ્તાર તેમજ ઝાડી-ઝાખરા વિસ્તારમાં હજુ પણ કાર્યરત એવી દેશી દારૂની ભઠ્ઠીઓ શોધવા માટે ડ્રોન ઉડાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમિયાન પોલીસે 6 જેટલી ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી.
પોલીસનું ડ્રોનની મદદથી ચેકિંગ શરૂ:
આ લઠ્ઠાકાંડમાં ભોગ બનનાર લોકો હજુ પણ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે. લઠ્ઠાકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા દેશી દારૂના દૂષણને ડામવા માટે કડક સૂચનો કરવામાં આવ્યાં છે. ત્યારે સુરત જિલ્લા પોલીસ પણ કામે લાગી હતી. કામરેજ ડિવિઝનના DYSP બી.કે.વનાર, કામરેજ PI આર.બી.ભટોળ તેમજ પોલીસની ટીમ દ્વારા રેડ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. રેડ ડ્રાઈવ દરમિયાન દેશી દારૂ વેચાણ, રસાયણ વેચાણ, દારૂની ભઠ્ઠીઓ તેમજ વિદેશી દારૂના વેચાણના અનેક કેસો કરવામા આવ્યા છે.
પોલીસે ડ્રોનથી અંતરિયાળ ક્ષેત્રોમાં ચાલતી ભઠ્ઠીઓ ઝડપી:
પોલીસ દ્વારા આટલું કડક ચેકિંગ ચાલતું હોવા છતાં પણ નદી કિનારે તેમજ ઝાડી-ઝાખરા વિસ્તારમાં હજુ પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી હતી. તેવી ભઠ્ઠીઓ પર રેડ કરવા પોલીસ દ્વારા ડ્રોન ઉડાડી તાલુકાનાં ગામેગામ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. એ દરમિયાન પોલીસની નજરે 6 ભઠ્ઠી આવતાં તમામ સ્થળે રેડ કરી ભઠ્ઠીઓ તોડવામાં આવી છે. પોલીસ દ્વારા દેશી દારૂનું દૂષણ સદંતર બંધ ન થાય ત્યાં સુધી ડ્રોનની મદદથી ચેકિંગ શરૂ જ રહેશે એવું પણ જણાવાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.