સુરતમાં સાથે ભણતા મિત્રએ જ યુવતી સાથે આચર્યું દુષ્કર્મ- કાફેના નામે ચાલતા કપલ બોક્સ ફરીવાર આવ્યા ચર્ચામાં

સુરત(Surat): શહેરમાં થોડાક સમય પહેલા જ તમામ કાફેની આડમાં ધમધમી રહેલા કપલ બોક્સ(Couple box)ના પાટિયા ઉતરી ગયા હતા. પરંતુ ફરી એક વાર કાફેની આડમાં ધમધમતા કપલ…

સુરત(Surat): શહેરમાં થોડાક સમય પહેલા જ તમામ કાફેની આડમાં ધમધમી રહેલા કપલ બોક્સ(Couple box)ના પાટિયા ઉતરી ગયા હતા. પરંતુ ફરી એક વાર કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સ પુનઃ વિવાદમાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે.

શહેરના વેસુ(Vesu) વિસ્તારમાં આવેલ સફલ સ્ક્વેર(Safal Square)માં કાફેની આડમાં ધમધમી રહેલા કપલ બોક્સનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી અનુસાર, વેસુ વિસ્તારની કોલેજીયન યુવતીને કાફેમાં બોલાવી સહઅધ્યાયી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતીએ સંબંધ રાખવાનો ઇન્કાર કરતા ફોટો કોલેજના ગૃપમાં અને પરિવારને મોકલવાની ધમકી અને બ્લેકમેલ કરતો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાફેની આડમાં ધમધમી રહેલા કપલ બોક્સ પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહી? તે તો જોવું જ રહ્યું. કપલ બોક્સમાં લઇ જઈને દુષ્કર્મ આચરવાના આ પહેલા અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે આ પ્રકારનો કિસ્સો ફરી એક વાર સામે આવતા પોલીસ સતર્ક થઇ ગઈ છે.

તમને જણાવી દઈએ કે, કપલ બોક્સમાં હોય છે શું?
દરેક કપલ બોક્સ એસીની ચીલ્ડ ઠંડકથી સજ્જ હોય છે. આજુબાજુના બોક્સની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે દરેક બોક્સમાં દરવાજો હોય છે. આ દરવાજો અંદરથી બંધ થઈ શકે તેમ હોય છે. કપલ બોક્સની અંદર આછી-આછી રોશની અથવા લાઈટ બંધ હોય છે અથવા જે જગ્યા પર લાઈટ હોય છે તે નાઈટ લેમ્પથી વિશેષ હોતી નથી. બોક્સની અંદર સુઈ શકાય તે માટે બેડ કે સોફો પણ હોય છે. બાજુમાં રહેલાં બોક્સનો અવાજ ન સંભળાય તે માટે હાઈ વોલ્યુમ પર સતત લવ સોન્ગ વાગતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *