મોરારી બાપુના સમર્થનમાં આજે મોરારી બાપુનું ગામ જે તાલુકામાં આવેલું છે તે મહુવા તાલુકો, મોરારી બાપુનાં ગામ તલગાજરડા અને યાત્રાધામ વીરપુર સજ્જડ બંધ રહેવા પામ્યા હતા. મોરારી બાપુ પર થયેલા હુમલા ના લીધે રોષ જોવા મળી રહ્યો છે. ગઇકાલે હુમલા અંગે મહુવામાં બેઠક પણ મળી હતી. જેમાં મહુવા રાજકીય પક્ષનાં કાર્યકરો, સામાજિક સંસ્થાઓનાં આગેવાનો, હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા સાધુસંતો સહિત વિચારકો હાજર રહ્યા હતા. આ બેઠક બાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. બીજી બાજુ વીરપુરમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એલાનનાં પગલે મહુવા અને વીરપુર બંન્ને સ્થળો પર સજ્જડ સ્વયંભુ બંધ પાળવામાં આવ્યું હતું.
અહિયાં ઉલ્લેખનીય છે કે, પબુભા માણેક દ્વારા હુમલાનાં નિષ્ફળ પ્રયાસ બાદ તેના ઘણા પ્રત્યાઘાતો આવી રહ્યા છે. સમગ્ર સાધુ સમાજમાં રોષની લાગણી જોવા મળી રહ્યો છે. વિવિધ સંતો મહંતો મોરારી બાપુને મળવા માટે પહોંચી રહ્યા છે. જો કે સંતોમાં રોષ હોવા છતા તેમણે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. ઉપરાંત સોશિયલ મીડિયા પર કોઇ પણ વાતનો ખોટો પ્રચાર ન થાય તે માટે પણ લોકોને ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું હતું.
મોરારી બાપુ પરના હુમલા અંગે મહુવાનાં સમગ્ર નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. જેના પગલે તમામ નાગરિકો દ્વારા બંધનાં આહ્વાનને વધાવી લેવામાં આવ્યું હતું. તમામ ધર્મ અને કોમ દ્વારા બંધના સમર્થનમાં દુકાનો અને ધંધાઓ બંધ રાખવામાં આવ્યા હતા. ઉપરાંત મહુવા માર્કેટિંગ યાર્ડ પણ બંધ રહ્યું હતું. નાગરિકો દ્વારા એક મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રેલીના અંતે માંગ કરવામાં આવી હતી કે પબુભા માફી માંગે નહી તો વધારે વિરોધ અને જલદ કાર્યક્રમ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news