દીક્ષા દરેક ધર્મમાં લેવામાં આવે છે. પરંતુ કહેવાય છે કે દીક્ષાનું મહત્વ જૈન ધર્મમાં સૌથી વધારે હોય છે. સંસારની તમામ મોહમાયા મુકીને લોકો સંયમનાં માર્ગ તરફ જાય છે. ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે, એક પરિવાર 30 કરોડની મિલકતનો ત્યાગ કરીને સંપૂર્ણ પરીવારે દીક્ષા ગ્રહણ કરી હતી. આ કરવા પાછળ કારણ જાણીને તમારું દિલ ખુશ થઇ જશે. આજકાલ ના સમયમાં વ્યક્તિ પોતાના જીવનમાં ફક્ત ને ફક્ત રૂપિયા માટે જ જીવન જીવતું હોય છે. પરંતુ આ કળયુગમાં એવા ઘણા ઓછાં લોકો હોય છે. જેઓ પોતાના પરિવાર, માલ-મિલકત અને બધું જ ત્યાગ કરી ભગવાનના ચરણોમાં જવાનું પસંદ કરે છે.
ત્યારે જાણવા મળ્યું છે કે હાલમાં જ એક પરિવારે પોતાની 30 કરોડ રૂપિયાની મિલકતનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી હતી. આ જોતા લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના છત્તીસગઢની છે. જ્યાં દવાનો વેપાર કરનાર એક ડાકલીયા પરિવારે જૈન ધર્મના સંસ્કારો અનુસાર દીક્ષા ગ્રહણ કરવા માટે પોતાની બધી જ મિલકતનો ત્યાગ કર્યો હતો અને દીક્ષા ગ્રહણ કરી લીધી હતી. જયારે કહેવાય રહ્યું છે કે ગુરુવારના રોજ જૈન મંદિરના બગીચામાં પરિવારના મોભી મુમુક્ષુ ભૂપેન્દ્ર ડાકલીયા અને અન્ય પણ 5 સભ્યોએ દીક્ષા લીધા લીધી હતી. આ પરિવાર વૈભવસુખ છોડીને સંયમી જીવન જીવવા માંગે છે.
તેમજ મુમુક્ષુ ભૂપેન્દ્ ભાઈની પાસે કરોડો રૂપિયાની મિલકત છે જેમ કે જમીન, દુકાન જેવી અન્ય પણ સંપતીઓ મુમુક્ષુ ભૂપેન્દ્ ભાઈ પાસે છે. તેમણે વર્ષ 2011માં રાયપુરના અવેપા કૈવલ્યધામ ગયા પછી સન્યાસ લઇ લેવાનો વિચાર આવ્યો હતો. વિચાર આવ્યા પછી તેને પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને 9 નવેમ્બરના રોજ દીક્ષા ગ્રહણ કરી હતી. જયારે પરિવારના તમામ સભ્યોએ દીક્ષા ગ્રહણ કર્યા પછી તમામ મુમુક્ષોને જુદા કરવામાં આવ્યા છે.
જયારે કહેવામાં આવી રહ્યું છે કે, છત્તીસગઢના રાજનાંદગામના ગંજ ચોકના રહેવાસી 47 વર્ષના મુમુક્ષુ ભૂપેન્દ્ર ડાકલીયાના પરિવારના દીક્ષા ગ્રહણ કરેલ સભ્યોમાં તેમની 45 વર્ષીય પત્ની સપના ડાકલીયા, 22 વર્ષીય દીકરી મહિમા ડાકલીયા, 16 વર્ષીય હર્ષિત તેમજ 18 વર્ષીય દેવેન્દ્ર ડાકલીયાએ પણ દીક્ષા આપી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેની 20 વર્ષીય દીકરી મુકતા હાલ બીમાર હોવાથી તેને દીક્ષા આપી ન હતી. જયારે તેમની દીક્ષા ફેબ્રુઆરી માસમાં થશે તેવું કહેવાય રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.