પહેલગામ કાયર આતંકવાદી હુમલામાં સેનાની ત્રણેય પાંખને થયું નુકસાન, 2 જવાનો શહીદ

Indian soldiers martyred in Pahalgam: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલ કાયરાના આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હલાવી નાખ્યો છે. આ હુમલામાં કુલ 26 લોકોએ જીવ ગુમાવ્યા. જોકે આતંકવાદીઓએ દેશની સુરક્ષા માટે તૈયાર રહેતા અધિકારીઓને પણ નિશાન (Indian soldiers martyred in Pahalgam) બનાવ્યા હતા. ભારતીય ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારી મનીષ રંજન, ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલ તેમજ ભારતીય વાયુસેનાના કોર્પોરલ તેજ હેલી હૈલયાંગની આતંકવાદીઓએ તેમના સ્વજનો સામે જ કાયરતાથી હત્યા કરી હતી. આ ત્રણેય અધિકારીઓ તેમના સંબંધી જનો સાથે વેકેશન માટે અહીંયા આવ્યા હતા.

આતંકવાદીઓએ જીવ લીધો
આતંકવાદીઓના આ કાયર કૃત્યથી આ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ હુમલામાં આઇબી અધિકારી મનીષ રંજન, નેવી અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલ અને વાયુસેનાના કોર્પોરલ તેજ હૈલયાંગ અકાળે શહીદ થયા હતા.

બિહારના રોહતાસમાં રહે છે મનીષ રંજન
બિહારમાં આવેલા રોહતાસ જિલ્લાના આરોહી ગામમાં રહેતા મની રંજન ઈન્ટેલિજન બ્યુરોમાં અધિકારી હતા. હાલ તેઓ હૈદરાબાદમાં ફરજ બજાવતા હતા. ગત મહિને તેમણે પોતાના અત્યંત બીજી શિડ્યુલ વચ્ચે પરિવારને લઈને કાશ્મીર ફરવા જવા માટે આયોજન કર્યું હતું. તેઓ પોતાની પત્ની અને બે સંતાનો સાથે પહેલગામ પહોંચ્યા હતા. જોકે તેઓને આવું સપનું પણ ન આવ્યું હોય કે આ તેમની છેલ્લી યાત્રા હશે.

કરનાલમાં રહેતા હતા લેફ્ટનન્ટ વિનય નરવાલ
હરિયાણાના કરનારમાં રહેતા લેફ્ટનન્ટ વિનય નરવાલ ભારતીય નૌસેનામાં ફરજ બજાવતા હતા. હાલમાં તેઓનું પોસ્ટિંગ કેરળના કોચી ખાતે હતું. આ ઉપરાંત તેઓના લગ્ન પણ હજુ થોડા સમય પહેલા થયા હતા. તેઓ પોતાની પત્ની સાથે હનીમૂન પર પહેલગામ આવ્યા હતા. વિનયના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ કરનાલ સેક્ટર 7માં તેમના ઘરે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. વિનયના પિતા પોતાના પુત્રના મૃતદેહને લેવા માટે જમ્મુ કશ્મીર જવા રવાના થયા છે. સાદનસીબે વિનયની પત્ની આ હુમલામાં બચી ગઈ હતી, પરંતુ તેને પોતાની નજર સામે જ પતિને શહીદ થતાં જોયો હતો જે તે ક્યારેય નહીં ભૂલી શકે.

કોર્પોરલ હૈલયાંગ: અરુણાચલના બહાદુર પુત્ર

ભારતીય વાયુસેનાના કોર્પોરલ તેજ હૈલયાંગ અરુણાચલ પ્રદેશના લોવર સુબાન શીરી જિલ્લાના તાગજ ગામમાં રહેતા હતા. શ્રીનગરના એરફોર્સ બેસ પર ફરજ બજાવતા હતા. એ પોતાની પત્ની સાથે રજાઓ ગાળવા માટે પહેલગામ આવ્યા હતા..