અલ્લુ અર્જુનને જેલમાં ફર્શ પર વિતાવી પડી રાત, ભોજન પણ ન લીધું; જાણો વિગતે

Allu Arjun Arrest: અલ્લુ અર્જુન પર કાયદાનો સકંજો કસીને તેમની ધરપકડ કરવામાં આવી. જો કે તેમને વચગાળાના જામીન મળી ચુક્યા હતા. જે પછી આજે સવારે તેઓ જેલમાંથી મુક્ત થયા છે. ‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં (Allu Arjun Arrest) બનેલી ઘટનાને કારણે પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. પરંતુ હવે હાઈકોર્ટના આદેશ બાદ અભિનેતાને મુક્ત કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટમાંથી રાહત મળી
દક્ષિણ ભારતના પ્રખ્યાત અભિનેતા અલ્લુ અર્જુનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તેલંગાણા હાઈકોર્ટે તેમને 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે તેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. જોકે બાદમાંStampede Case તેમને હાઈકોર્ટમાંથી રાહત મળી હતી.

અભિનેતાના ચાહકોનો ગુસ્સો જોવા મળ્યો
શુક્રવારે મોડી રાત સુધી જેલ સત્તાવાળાઓને જામીનની કોપી મળી ન હોવાથી અલ્લુ અર્જુને જેલમાં રાત વિતાવી હતી. નીચલી અદાલતના આદેશ બાદ અલ્લુ અર્જુનને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ચંચલગુડા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.હકીકતમાં, રાત્રે એવું કહેવામાં આવ્યું હતું કે અલ્લુ અર્જુનના જામીનના આદેશની નકલો ઓનલાઈન અપલોડ ન થવાને કારણે મુક્ત કરી શકાયો નથી. અધિકારીઓએ તેમના રહેવા માટે વર્ગ-1 બેરેક તૈયાર કરી હતી. જો કે, જ્યારે ગઈકાલે રાત્રે સમાચાર આવ્યા કે અલ્લુ અર્જુનને રાત્રે રિલીઝ કરવામાં આવશે નહીં, ત્યારે અભિનેતાના ચાહકોનો ગુસ્સો જોવા મળ્યો હતો. ચંચલગુડા જેલની બહાર લોકો એકઠા થયા અને વિરોધ કરવા લાગ્યા હતા.

અલ્લુ અર્જુનનો કેદી નંબર
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જેલમાં તેને કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી. તેની સાથે સામાન્ય કેદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેણે આખી રાત જેલના ફ્લોર પર સૂઈને વિતાવી હતી. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે તેનો કેદી નંબર 7697 હતો. તે આખી રાત જેલમાં જમીન પર સૂતો હતો. તેણે રાત્રિનું ભોજન પણ નહોતું લીધું. વહેલી સવારે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. મુક્તિ બાદ ધરે પહોંચ્યા બાદ અલ્લુ અર્જુને કહ્યું કે તે કાયદાનું સન્માન કરે છે.

અલ્લુ અર્જુનને જામીન મળ્યા
શુક્રવારે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. હાઈકોર્ટે રૂપિયા 50,000ના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા હતા. હવે આ મામલે 25 જાન્યુઆરીએ સુનાવણી થવાની છે.