Allu Arjun Net Worth: અલ્લુ અર્જુન પોતાની ફિલ્મ પુષ્પા 2 ધ રુલની સફળતા બાદ મુશ્કેલીમાં મુકાયો છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી ભાગદોડમાં એક મહિલાનું મોત થયું હતુ. જે મામલે અલ્લુ અર્જુનની ઘરપકડ કરવામાં આવી છે.સાઉથનો જાણીતો સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun Net Worth) હાલમાં પોતાની ફિલ્મ પુષ્પા-2ને લઈ ચર્ચામાં છે, તેની ફિલ્મ દેશથી લઈ વિદેશમાં સારી એવી કમાણી કરી રહી છે. ફિલ્મને ચાહકો તરફથી પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
41 વર્ષની ઉંમરે કરોડનો સંપત્તિનો માલિક
બીજી તરફ અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી લીધી છે. અલ્લુ અર્જુનના ચાહકો તેની ધરપકડથી ચોંકી ગયા છે.પરંતુ તેની ફિલ્મે થોડા જ દિવસોમાં વર્લ્ડવાઈડ 1000 કરોડનો આંકડો પાર કરી લીધો છે. બોક્સ ઓફિસ પર ફિલ્મે 700 કરોડથી વધારેની કમાણી કરી છે.તમને જણાવી દઈએ કે, સાઉથ સ્ટાર માત્ર ફિલ્મથી જ કરોડો રુપિયાનો બિઝનેસ કરતો નથી પરંતુ તે ખુદ 41 વર્ષની ઉંમરે કરોડનો સંપત્તિનો માલિક છે.
તેની સંપત્તિ 6,000 કરોડ રુપિયાની છે
અલ્લુ અર્જુન સુપરસ્ટાર હોવાની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે. તેમણે અનેક જગ્યાએ રોકાણ કર્યું છે. આ સાથે તેમને પોતાનું એક પ્રોડક્શન હાઉસ, જાહેરાત અને સોશિયલ મીડિયામાંથી મોટી કમાણી કરે છે.એક રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુનની નેટવર્થ અંદાજે 460 કરોડ રુપિયા છે.
તો અલ્લુ અર્જુન-કોનિડેલા પરિવારમાંથી આવે છે. જેની સંપત્તિ 6,000 કરોડ રુપિયા છે. તમને જણાવી દઈએ કે, અભિનેતા પાસે હૈદરાબાદમાં એક આલિશાન ઘર છે, જ્યાં પરિવારની સાથે રહે છે. રિપોર્ટ મુજબ તે ઘરની કિંમત અંદાજે 100 કરોડ રુપિયા છે.
હૈદરાબાદમાં પ્રોડક્શન હાઉસ છે
વર્ષ 2022માં પુષ્પા 2 અભિનેતાએ પોતાનો બિઝનેસ વધારવા માટે હૈદરાબાદમાં પ્રોડક્શન હાઉસ જેનું નામ અલ્લુ સ્ટુડિયો છે. આ પ્રોડક્શન હાઉસ સિવાય અમીરપેટમાં એક મલ્ટીપ્લેકસ પણ છે. જ્યાં તમિલ ફિલ્મો રિલીઝ કરવામાં આવે છે. જેના કો-ફાઉન્ડર પણ તેના પિતા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App