ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) એક એવું નામ છે, જે ભાગ્યે જ કોઈ નહિ જાણતું હોય. જેવી રીતે ક્રિકેટની દુનિયાના ભગવાન સચિન તેંડુલકર છે, તેવી જ રીતે ફૂટબોલની દુનિયાના ભગવાન તરીકે Cristiano Ronaldo નો રોનાલ્ડોનું નામ આવે છે. ગઈકાલે ફીફા વર્લ્ડકપ ૨૦૨૨ની ક્વાટર ફાઈનલમાં મેચ હાર્યા બાદ સેકંડો ચાહકોની આંખો ભીની થઇ ગઈ હતી કારણ કે, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહી દીધું છે.
અલ્પેશ કથીરિયાએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું ઉદાહરણ આપી કહે છે કે, એક દાયકા થી પણ વધુ સમય થી પોર્ટુગલ નેશનલ ટીમ ના કેપ્ટન રહેલા રોનાલ્ડોને તેના પોર્ટુગલ ટીમ કોચ દ્વારા વર્લ્ડકપ (FIFA WC22) ટૂર્નામેન્ટની અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ ગેમ, સ્વિટ્ઝર્લેન્ડ સાથેની નોક આઉટ મેચમાં બેન્ચ પર બેસવાનું કહેવામાં આવ્યું.
પોર્ટુગલનો સૌથી મહત્વનો ખેલાડી અત્યાર સુધીની ટૂર્નામેન્ટની સૌથી મહત્વની 7 ડીસેમ્બર ની નોકઆઉટ ગેમ માં નહોતો રમી રહ્યો….શા માટે? કારણ કે રોનાલ્ડોએ ગેરવર્તન કર્યું હતું. વર્લ્ડ કપમાં અગાઉની રમતમાં તેના કોચ દ્વારા તેને બદલવામાં આવ્યો ત્યારે તેણે ક્રોધાવેશમાં ગેરવર્તણૂક કરી. કોચ સખત નારાજ થઈ ગયો અને તેણે નક્કી કર્યું કે રોનાલ્ડોને આ અણછાજતી પરિસ્થિતિ પર બહાર બેસીને વિચાર કરવા માટે થોડો સમય આપવો જોઈએ.
અને, હવે આપણે બધા જાણીએ છીએ તેમ પોર્ટુગલે શાનદાર રીતે તે ગેમ 6-1 થી જીતી લીધી જેમાં રોનાલ્ડો નહોતો રમ્યો. અને તે મેચમાં રોનાલ્ડોની જગ્યા લેનાર 21 વર્ષીય યુવાન ખેલાડી ગોનકાલો રામોસે ત્રણ ગોલ કર્યા હતા.!!
તો આ બનાવમાંથી આપણે શું બોધપાઠ લેશું?
1. કોઈ પણ વ્યક્તિ અનિવાર્ય નથી. ટીમ અથવા કંપનીમાં તમારું સ્થાન મહત્વપૂર્ણ હોઈ શકે છે પરંતુ તમારી હાજરી વિના પણ કામ અને જીવન ચાલતું રહેશે.
2. તમે તમારા મેનેજર/બોસને પ્રશ્ન પૂછવા અથવા તેની સાથે મતભેદ કરવા માટે સ્વતંત્ર છો. પરંતુ તેનો અનાદર કરશો નહીં; એ સંભવ છે કે તમારે તેના પરિણામો ભોગવવા પડે.
3. યુવાનોને તક આપો. તે એકમાત્ર રસ્તો છે જેનાથી જાણી શકાય કે તેઓ યોગ્ય પરિણામ આપવા સક્ષમ છે કે નહીં.
4. જીવનમાં, કઠણ નિર્ણય લેવામાં શરમાશો નહીં. પછી ભલે તેનો અર્થ તમારા સૌથી લોકપ્રિય ખેલાડીને બહાર બેસાડવાનો હોય.
5. અને અંતે, વિનમ્ર બનો. નહિ તો જીવન તમને તેમ બનવા ફરજ પાડશે.
– Alpesh Kathiriya
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.