પોતાના દમ પર AAPને જીતાડનારા આ ઉમેદવાર જેમની સામે મોદી, ગૃહમંત્રી અને રવિન્દ્ર જાડેજાનો પણ ન ચાલ્યો જાદુ- જાણો કોણ છે આ યુવાન

ગુજરાત(Gujarat): નર્મદા(Narmada) જિલ્લાના એક નાનકડા ગામના એક યુવાને ડેડીયાપાડા(Dediapada) વિધાનસભા બેઠક પર ઇતિહાસ રચી નાખ્યો છે. ગરીબ ઘરના ચૈતર વસાવા(Chaitar Vasava)ને આમ આદમી પાર્ટી(AAP)માંથી ટિકિટ…

ગુજરાત(Gujarat): નર્મદા(Narmada) જિલ્લાના એક નાનકડા ગામના એક યુવાને ડેડીયાપાડા(Dediapada) વિધાનસભા બેઠક પર ઇતિહાસ રચી નાખ્યો છે. ગરીબ ઘરના ચૈતર વસાવા(Chaitar Vasava)ને આમ આદમી પાર્ટી(AAP)માંથી ટિકિટ મળી અને વિધાનસભાની ચૂંટણીમાં તેમને એવી લોકચાહના મેળવી કે ઇતિહાસ રચી નાખ્યો છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને પરિણામ બંને જાહેર થઇ ગયા ભાજપ 156 સીટો જીતી સમગ્ર રાજ્યમાં ઇતિહાસ રચી નાખ્યો. જયારે આમ આદમી પાર્ટીએ પણ પાંચ સીટો મેળવી ખાતું ખોલ્યું હતું. પરંતુ સૌથી રસપ્રદ ચૂંટણી નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠક પર જોવા મળી હતી. કારણ કે, અહીંયા એક સામાન્ય નવયુવાન ચૈતર વસાવા એક લાખ મતો મેળવી ભાજપ-કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો કરતા 34 હજારની જંગી લીડ મેળવી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવાને હરાવવા અને ભાજપના મોદીથી લઇ અમિત શાહ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર પ્રચારક ઉતારવામાં આવ્યા અને કોંગ્રેસમાંથી પણ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગેહલોત આવ્યા હતા. પણ ના કોઈ સ્ટાર પ્રચારક કે ના કોઈ રોડ શો, બસ લોકોના ઘરે ઘરે જઈને પ્રચાર કરી ચૈતર વસાવાએ જંગી લીડ સાથે સૌથી વધુ વોટ મેળવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ત્યારે ડેડીયાપાડા સાગબારામાં ઠેર ઠેર તેમનું સ્વાગત થયું હતું. ચૈતર વસાવાની જીત માટે તેમની પત્ની અને આખો પરિવાર અને સ્થાનિક કાર્યકરો પણ કામે લાગી ગયા હતા અંતે ભાજપ કોંગ્રેસ અને બીટીપીને હરાવી ચૈતર વસાવાએ જીત મેળવી ઈતિહાસ રચ્યો હતો.

મહત્વનું છે કે, નર્મદા જિલ્લાના ઇતિહાસમાં 1 લાખ મતો આજદિન સુધી કોઈ ઉમેદવારને મળ્યા નથી. જયારે 39 હજારની લીડ પણ કોઈ પાર્ટીના ઉમેદવારે મેળવી નથી. આ જીત કોઈ ચૈતર વસાવાની કે આમ આદમી પાર્ટીની નથી પણ જનતાની છે. તેવું ચૈતર વસાવાએ કહ્યું હતું. પોતે વિસ્તરણ અધિકારી તરીકેની નોકરી કરતા હતા અને કચેરીમાં લોકો આવે તેમના કામ ના થાય યોજનાઓનો લાભ ના મળે એ માટે લોકોની સેવા કરવા ચૈતર વસાવાએ 10 વર્ષ અગાઉ પોતાની પહેલી પત્ની શકુંતલા સાથે મળી કામગીરી શરૂ કરવામાં આવી હતી. પછી નર્સની નોકરી કરતી વર્ષા તેમની સાથે જોડાઈ અને ચૈતર સાથે લગ્ન કર્યા આજે બંને બહેનો સગી બહેનની જેમ જ રહે છે.

અમે તમને જણાવી દઈએ કે, એક કાચા મકાનમાં ચૈતર વસાવાનો આખો પરિવાર એક સાથે રહે છે. ડેડીયાપાડાના બોગજ ગામનો એક સામાન્ય યુવાન આજે ધારાસભ્ય બનતા લોકોએ ખુબ જ ઉત્સાહભેર વધાવી લીધા હતા. ચૈતર વસાવાએ જણાવતા કહ્યું હતું કે, આજે આદિવાસીઓની સમસ્યાઓ અંગે ઘણું કરવાનું છે. વિધાનસભામાં ઘણા પ્રશ્નો રજુ કરવાના છે અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *