ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર આપી શકે તેવું લાગતું નથી. પરંતુ આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે અને સતત ગુજરાતની જનતાને ગેરંટીઓ આપી રહ્યા છે. ત્યારે ગઈકાલે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ગારિયાધારમાં જનસભાને સંબોધશે. ત્યારે હવે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ગઈકાલે ગારિયાધાર ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની હાજરીમાં પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા સહિતની ટીમ આમ આદમી પાર્ટી સાથે જોડાશે.
પાટીદારોનું સુરતમાં ખૂબ મોટું પ્રભુત્વ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વરાછા, કામરેજ ,ઓલપાડ ,કરંજ, કતારગામ સહિતની બેઠકો ઉપર પાટીદાર મતદારો જે રાજકીય પાર્ટીને ઈચ્છે તેને વિજય બનાવી શકે છે. ત્યારે હવે અલ્પેશ કથીરીયા નું આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી થઈ ગયું છે.
ત્યારે હવે ચૂંટણી પહેલાં ગુજરાતનું રાજકારણ ગરમાય ગયું છે. પાટીદાર નેતા અલ્પેશ કથીરીયા વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરીને આપ માં જોડાશે.
ગુજરાત ભાજપને મસમોટો ઝટકો લાગી શકે છે. આમ આદમી પાર્ટીને સુરતમાં એક મોટો ચહેરો મળી ગયો છે. જે પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી બેઠકો પર ભાજપના મતોમાં ગાબડું પાડે શકે છે. અલ્પેશ કથિરિયા ભાજપમાં જોડાયા તો પાસ માટે આ લોટરી હશે. ચૂંટણી ટાણે અલ્પેશ કથિરીયાને આપમાં જોડાવવા તૈયાર કરી કેજરીવાલે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આવતીકાલે ગારીયાધરની બેઠકમાં કેજરીવાલના હસ્તે અલ્પેશ કથીરિયા આપની ટોપી પહેરે તેવી સંભાવના છે.
હાલમાં પાટીદાર આંદોલન સમયે સક્રિય અલ્પેશના 5 સાથી ભાજપમાં, એક NCPમાં અને હવે અલ્પેશ કથીરિયા AAPમાં જોડાશે. રાજદ્રોહનો કેસ થયો હોય તેવા સાથીઓમાં નિલેષ એરવાડિયા અને દિનેશ બાંભણિયા જ કોઈ પક્ષમાં જોડાયા નથી. હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાયા બાદ અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનનનો નવો ચહેરો બન્યો હતા.
પાટીદારોનું સુરતમાં ખૂબ મોટું પ્રભુત્વ છે વિશેષ કરીને વરાછા, કામરેજ ,ઓલપાડ ,કરંજ, કતારગામ સહિતની બેઠકો ઉપર પાટીદાર મતદારો જે પાર્ટીને ઈચ્છે તેને વિજય બનાવી શકે છે. જેને કારણે દરેક રાજકીય પક્ષની સ્વાભાવિક રીતે ઈચ્છા હોય કે તેઓ પાસ સમિતિને પોતાના તરફ લઈ આવી જેથી કરીને તેમને રાજકીય ફાયદો થાય. આખરે પાસ સમિતિ આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહી હોવાનું લગભગ નક્કી થઈ ગયું છે.