આખરે કોર્ટે અલ્પેશ કથિરિયાના જમીન મંજુર કરી દીધા છે. જો દસ્તાવેજી પ્રક્રિયા પુરી થશે તો આજે જ તે જેલમાંથી બહાર આવી જશે. અલ્પેશને જમીન મળતા સુરતના પાટીદાર સમાજમાં હર્ષની લાગણી પ્રસરી છે. આજે દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ નહીં થાય તો કાલે અલ્પેશ જેલમાંથી છૂટી જશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અલ્પેશ સુરતમાં રાજદ્રોહના કેસનો સામનો કરી રહ્યો હતો અને આ જમીન મંજુર થતા ‘પાસ’ સહિતના પાટીદાર નેતાઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. થોડા દિવસ અગાઉ જ અલ્પેશના અમદાવાદ ખાતે ના રાજદ્રોહના કેસમાં જામીન મંજુર થયા હતા.
આ જાહેરાત થતા જ લાલજી પટેલ અને રાજકોટથી લલિત કગથરા સહિતના નેતાઓમાં આનંદ વ્યાપ્યો હતો અને આ ચુકાદાને કાયદાની જીત બતાવી હતી. સુરતના પાટીદારો આ અવસરને દિવાળી હવે ઉજવીશું તેવું કહીને આનંદ વ્યક્ત કરી રહ્યા છે.