પેપરલીક કરી વિદ્યાર્થીઓના 80 કરોડ ને ભાજપ ચૂંટણી ફંડ તરીકે વાપરશે: હાર્દિક પટેલ

ગુજરાત રાજ્ય લોકરક્ષક દળ (LRD ) વર્ગ-3ની 9713 જગ્યાઓ માટે રાજ્યભરના 29 કેન્દ્રો ખાતે ગતરોજ એટલકે 2 ડિસેમ્બર, 2018ના રોજ લેવાનારી પરીક્ષાનું પેપર પરીક્ષા શરુ…

ગુજરાત રાજ્ય લોકરક્ષક દળ (LRD ) વર્ગ-3ની 9713 જગ્યાઓ માટે રાજ્યભરના 29 કેન્દ્રો ખાતે ગતરોજ એટલકે 2 ડિસેમ્બર, 2018ના રોજ લેવાનારી પરીક્ષાનું પેપર પરીક્ષા શરુ થતાના એક કલાક પહેલાજ ફૂટી જતા આ આ પરીક્ષામાં બેસનારા લગભગ 8,76,356 ઉમેદવારો સહીત રાજ્યભરમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ ઘટના બાદ ગુજરાતભરમાં યુવાનો માં રોષનો માહોલ છે.

બીજી તરફ ગુજરાતના પાટીદાર આંદોલન નેતા હાર્દિક એ આક્ષેપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે, મને લાગે છે કે, આ 8 લાખ વિદ્યાર્થી સાથેની છેતરપીંડી નથી આ 80 કરોડ રૂપિયા ચૂંટણીનાં ફંડનાં આયોજનનાં ભાગ રૂપે ભેગા કરવામાં આવ્યા છે. કેમ અમદાવાદના યુવાનને વડોદરા, વડોદરાનાં યુવાનને રાજકોટ રાજકોટનાં યુવાનને સુરત પરીક્ષા માટે મોકલવામાં આવે.

Lokrakshak ભરતીની પેપર કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરીના ગામ જગાણાથી લીક થયું હતું. ભૂતકાળમાં પણ બનાસકાંઠામાંથી પોલીસ ભરતી દરમિયાન ચૌધરી સમાજના ૧૮થી ૨૦ એક સાથે પસંદગી હતા અનેક આક્ષેપો થયા હતા.

ભારે મુશ્કેલીનો સામનો કરી, રોજગારીના સ્વપ્નો જોતા લાખો આશાસ્પદ ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં થતા સરકારની આ ક્રૂરતા સામે પ્રજા અને ખાસ કરીને યુવાન ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠવો સ્વાભાવિક છે !

 

મનહર પટેલ અને મુકેશ ચૌધરી બંને ભાજપના હોદ્દેદારો કે કાર્યકરો છે. પ્રાપ્ત માહિતી મુજબ મનહર પટેલ થોડા સમય પૂર્વે શિક્ષકો માટે લેવાયેલી ટેટની પરીક્ષામાં પણ પેપર ફોડવામાં શામેલ હતો. એટલું જ નહિ, ‘ટેટ’ ની પરીક્ષાનું પેપર પણ રાજ્યની બહારથી જ ફૂટ્યું હોવાનું સામે આવ્યું હતું.

ગઈકાલ બપોરથી આજદિન સુધીના આ ઘટનાક્રમમાં રાજ્યમાં ઠેર-ઠેર વ્યાપક રોષ ફેલાવાને કારણે રાજ્યસરકારે તાત્કાલિક ધોરણે આ મામલે તપાસ કરવાની ફરજ પડી હતી.

આ મુદ્દે આજે બપોરે ગાંધીનગરના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ મયુર ચાવડાએ એક પ્રેસ કોંફ્રેન્સ સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાક્રમમાં મુખ્ય સૂત્રધાર તરીકે યશપાલસિંહ સોલંકીનું નામ સામે આવે છે. ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. વળી, આ મામલે ભરતી બોર્ડના કોઈપણ કર્મચારીની સામેલગીરી હજુ સુધી સામે આવી નથી. ઉલટું, ભરતી બોર્ડ દ્વારા જ ફરિયાદ દાખલ કરીને આ મામલે તપાસ કરવાનું જણાવાયું હતું.

આ સમગ્ર ઘટનાક્રમમાં ગાંધીનગરના વાયરલેસ પીએસઆઇ પ્રેમજી પટેલ, રૂપલ શર્મા, મુકેશ ચૌધરી અને મનહર પટેલની પોલીસે અત્યારસુધીમાં ધરપકડ કરી લીધી છે. યશપાલસિંહ સોલંકી, જે મૂળે લુણાવાડા (પંચમહાલ) નો છે અને હાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હંગામી કર્મચારી તરીકે કાર્યરત છે તેણે આ પેપરને ફોડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે. 29-30 નવેમ્બરે આ પેપર યશપાલસિંહ દિલ્હીથી ખાસ ફ્લાઈટમાં જઈને લઇ આવ્યો હતો. આ સાથે તે પેપરમાં પુછાયેલા પ્રશ્નોની ‘આન્સર-કી’ પણ લઇ આવ્યો હતો અને તેણે આ કી સાથેનું પેપર મનહર પટેલને આપ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *